Get The App

Lok Sabha Elections : ગુજરાતમાં 25 બેઠકો પર 59.49% જેટલું નિરસ મતદાન, જાણો કઈ બેઠક પર કેટલું વોટિંગ

Updated: May 7th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections : ગુજરાતમાં 25 બેઠકો પર 59.49% જેટલું નિરસ મતદાન, જાણો કઈ બેઠક પર કેટલું વોટિંગ 1 - image


Lok Sabha Elections 2024 : આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. ત્રીજા તબક્કામાં 61 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર સરેરાશ 59.49 ટકા જેટલું મતદાન થયું છે. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન થયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. આ ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર પણ મતદાન થયું હતું. જણાવી દઈએ કે, ગુજરાતની એક સુરત બેઠક બિનહરીફ જાહેર થતા આ બેઠક પર મતદાન થયું ન હતું.

ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરોરાશ 59.49 ટકા મતદાન નોંધાયું

ગત લોકસભા ચૂંટણી 2019ની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન થયું છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 59.49 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા નોંધાયું હતું. મહત્વનું છે કે ગત બે ટર્મ 2014 (63.66 ટકા) અને 2019 (64.12 ટકા) એટલે કે 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે ગુજરાતમાં નોંધાયું છે. 

બેઠક2019ની ટકાવારી2024ની ટકાવારી
ગાંધીનગર65.5755.65%
કચ્છ (SC)58.22%55.05%
બનાસકાંઠા64.69%68.44%
પાટણ61.98%57.88%
અમદાવાદ પશ્ચિમ (SC)60.37%54.43%
રાજકોટ63.15%59.60%
પોરબંદર56.79%51.79%
જામનગર60.70%57.17%
આણંદ66.79%63.96%
ખેડા60.68%57.43%
પંચમહાલ61.73%58.65%
દાહોદ (ST)66.18%58.66%
ભરૂચ73.21%68.75%
બારડોલી (ST)73.57%64.59%
નવસારી66.10%59.66%
સાબરકાંઠા67.24%63.04%
અમદાવાદ પૂર્વ61.32%54.04%
ભાવનગર58.41%52.01%
વડોદરા67.8661.33%
છોટા ઉદેપુર73.44%67.78%
વલસાડ75.21%72.24%
જૂનાગઢ60.74%58.80%
સુરેન્દ્રનગર57.85%54.45%
મહેસાણા65.37%59.04%
અમરેલી55.75%49.22%
કુલ : 25 બેઠક64.12%59.49%

ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠક પર સરેરાશ મતદાન


બેઠકસરેરાશ મતદાનની
ટકાવારી
વિજાપુર59.47%
ખંભાત59.90%
પોરબંદર57.78%
વાઘોડિયા70.20%
માણાવદર53.93%


આ પણ વાંચો : ત્રીજા તબક્કામાં 11 રાજ્યોના મતદાનના આંકડા જાણો

ગુજરાતની કઈ બેઠક પર કેટલાં મતદાર? 

માહિતી અનુસાર ગુજરાતમાં કઈ બેઠક પર કેટલાંં મતદારો છે તે તમને અહીં જાણવા મળી જશે. કુલ મતદારો સુરતને બાદ કરતાં 4.80 કરોડ આસપાસ થાય છે. 

Lok Sabha Elections : ગુજરાતમાં 25 બેઠકો પર 59.49% જેટલું નિરસ મતદાન, જાણો કઈ બેઠક પર કેટલું વોટિંગ 2 - image 

Lok Sabha Elections : ગુજરાતમાં 25 બેઠકો પર 59.49% જેટલું નિરસ મતદાન, જાણો કઈ બેઠક પર કેટલું વોટિંગ 3 - image





Google NewsGoogle News