For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતની આ બેઠક પર એકસમાન નામ ધરાવતા 3 ઉમેદવાર મેદાને ઉતરતાં મતદારો માટે મોટી મૂંઝવણ

Updated: Apr 21st, 2024

ગુજરાતની આ બેઠક પર એકસમાન નામ ધરાવતા 3 ઉમેદવાર મેદાને ઉતરતાં મતદારો માટે મોટી મૂંઝવણ

Lok Sabha Elections 2024 | દમણ-દીવ લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને ડમી સહિત 13 ઉમેદવારી પત્રક ભરાયા છે. જો કે આ બેઠક પરથી એક સરખા નામ ધરાવતા ત્રણ ઉમેદવારે ફોર્મ ભર્યા છે. ત્રણ પૈકી બે ઉમેદવારનું નામ, પિતાનું નામ અને અટક પણ એક સરખી જ છે. ત્રણેય ઉમેદવાર ફોર્મ પરત નહી ખેંચે તો મતદાન વેળા ભારે મુંઝવણ ઉભી થશે.

દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં 7મી મેના રોજ લાસભાની યોજાનારી ચૂંટણીને લઇ શુક્રવારે પત્રકો ભરવાનો અંતિમ દિવસ પૂરો થઈ ગયો હતો. જેમાં દાદરા નગર હવેલીમાં ભાજપ, કોંગ્રેસ, ભારતીય આદીવાસી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અપક્ષ અને ડમી સહિત કુલ 13 ફોર્મ ભરાયા હતા. જ્યારે દમણમાં સતત ચોથી વાર ભાજપ, કોંગ્રેસ, અપક્ષ મળી 13 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.

જેમાં દમણ-દીવ બેઠક ભારે અજીબો-ગરીબ સ્થિતિ સાથે મૂંઝવણ ઉભી થવાની શક્યતા છે. ભરાયેલા ફોર્મમાં એક સરખા ઉમેશ નામ ધરાવતા એક-બે નહીં પણ ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં દમણના દલવાડામાં રહેતા યુથ એકશન ફોર્સના પ્રમુખ ઉમેશ બાબુભાઈ પટેલ, મરવડના ઉમેશ ઉત્તમભાઈ પટેલ અને વાપીના બોરડી ફળિયાના ઉમેશ બાબુભાઈ પટેલનો સમાવેશ થાય છે. 

ત્રણ પૈકી બે ઉમેદવારના તો નામ, પિતાનું નામ અને અટક પણ એક સરખી જ છે. ઉમેદવારી પત્રક ખેંચવાની અંતિમ તારીખે ત્રણમાંથી બે ઉમેદવારી પરત નહી ખેંચાય તો મતદાન વેળા મતદારોમાં ભારે મુંઝવણ ઉભી થશે. દમણ-દીવ લોકસભા બેઠક પર વર્ષ 1987થી અત્યાર સુધીની ચૂંટણીમાં એક સરખા નામ ધરાવતા ત્રણ ઉમેદવારે ફોર્મ ભર્યાની આ પ્રથમ ઘટના છે. 

Article Content Image

Gujarat