ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યાં 'રૂપાલા'! દિલ્હીથી આવ્યું તેડું, મુખ્યમંત્રી પણ રવાના

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યાં 'રૂપાલા'! દિલ્હીથી આવ્યું તેડું, મુખ્યમંત્રી પણ રવાના 1 - image


Lok Sabha Elections 2024 | કેન્દ્રીયમંત્રી રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ પ્રદેશ જ નહીં, કેન્દ્રીય ભાજપ નેતાગીરીની મૂંઝવણ વધી છે કેમ કે, જો ક્ષત્રિયોની માગ સ્વીકારાય અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો ગુજરાતમાં લાખો પાટીદારો નારાજ થઈ શકે છે. આ જોતાં ભાજપ માટે ઇધર કુંઆ-ઉધર ખાઈ જેવો ઘાટ સર્જાયો છે. જોકે, એવી ય માહિતી મળી છે કે, વિવાદ વકર્યો છે ત્યારે રૂપાલા ને દિલ્હીનું તેડુ આવ્યુ છે. 

ક્યારે જઇ શકે છે રૂપાલા દિલ્હી? 

આગામી 3 એપ્રિલે રૂપાલા હાઈકમાન્ડને મળીને ચર્ચા કરશે. પાર્ટીદાર મતદારોના પ્રભુત્વને જોતાં ભાજપ હાઈકમાન્ડે પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં. જોકે, ચૂંટણી પ્રચાર દરમિયાન રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. હવે ક્ષત્રિર્યોની એક જ માગ છે કે, સમાધાન સ્વીકાર્ય નથી. રૂપાલાની ટિકિટ રદ કરો નહીંતર ભાજપને ચૂંટણીમાં નુકશાન ભોગવવું પડશે. 

એક પછી એક બેઠક પર વિવાદ વધતાં મુખ્યમંત્રી દિલ્હી રવાના 

એક તરફ, રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યાં બીજી તરફ, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી સહિત અન્ય બેઠકો પર ઉમેદવાર બદલવા માંગ ઉઠી છે. આ પરિસ્થિતી વધુ વકરતાં હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા મુખ્યમંત્રી દિલ્હી દોડયા છે. રૂપાલા વિવાદે ભાજપની મૂંઝવણ વધારી દીધી છે. જો રાજકોટ બેઠક પરથી રૂપાલાને બદલવામાં નહી આવે અથવા તો ટિકિટ રદ કરવામાં નહી આવે તો ક્ષત્રિયો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકશાન કરી શકે છે. 

ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યાં 'રૂપાલા'! દિલ્હીથી આવ્યું તેડું, મુખ્યમંત્રી પણ રવાના 2 - image


Google NewsGoogle News