ભાજપની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતના કયા સાત ઉમેદવારોને અપાઈ ટિકિટ

અમદાવાદ પૂર્વ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, સૂરત, વલસાડ બેઠક પરના ભાજપ ઉમેવારોના નામ જાહેર

અગાઉ ભાજપે પ્રથમ યાદીમાં ગુજરાતમાં 15 નામ જાહેર કર્યા હતા, આજે બીજા સાત નામ જાહેર કર્યા

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
ભાજપની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતના કયા સાત ઉમેદવારોને અપાઈ ટિકિટ 1 - image


BJP Second Candidate List : ભાજપે આજે લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) માટે ગુજરાતની સાત બેઠકો સહિત 72 ઉમેદવારોના નામ પણ જાહેરાત કરી દીધી છે. ભાજપે આજે સાબરકાંઠા, અમદાવાદ પૂર્વ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરત અને વલસાડ બેઠક પરના ઉમેવારોના નામ જાહેર કર્યા છે. આ અગાઉ ભાજપે બીજી માર્ચે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં 10 ઉમેદવારોને રિપિટ કર્યા હતા.

અત્યાર સુધીમાં ભાજપે ગુજરાતના 22 ઉમેદવાર જાહેર કર્યા


કોની કોની વચ્ચે થશે ચૂંટણી જંગ?

  • બનાસકાંઠા : ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે
  • અમદાવાદ પશ્ચિમ : ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે ચૂંટણી જંગ
  • અમદાવાદ પૂર્વ : ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસના રોહન ગુપ્તા વચ્ચે ચૂંટણી જંગ
  • બારડોલી : ભાજના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રસના સિધાર્થ ચૌધરી ચૂંટણી લડશે
  • પોરબંદર : ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસના લલિત વસોયાને ટિકિટ મળી છે
  • કચ્છ : ભાજપમાં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન ચૂંટણી લડશે
  • વલસાડ : ભાજપના ધવલ પટેલ સામે કોંગ્રેસના અનંત પટેલ વચ્ચે ચૂંટણી જંગ
  • ભરૂચ : ભાજપના મનસુખ વસાવા અને AAPના ચૈતર વસાવા વચ્ચે જામશે ચૂંટણી જંગ

ભાજપે બીજી યાદી જાહેર કરી ગુજરાતમાંથી બે ઉમેદવારને રિપિટ કર્યા

ભાજપે અગાઉ ગુજરાતના 15 જાહેર કરેલા ઉમેદવારોમાંથી 10ને રિપિટ કર્યા હતા, તો બીજી યાદીમાં સાત ઉમેદવારોના નામ જાહેર કરી અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ અને વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપિટ કર્યા છે. આ ભાજપે 12 ઉમેદવારોને ફરી મેદાનમાં ઉત્રાય છે. જ્યારે આ વખતે ગત 2019ની લોકસભા ચૂંટણીમાં વિજેતા થયેલા સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડ, ભાવનગરથી ભારતી શિયાળ, છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવા, સુરતથી દર્શના જરદોશ અને વલસાડથી કે.સી.પટેલની ટિકિટ કાપી છે.

ભાજપની 72 ઉમેદવારોની બીજી યાદી જોવા અહીં ક્લિક કરો

ભાજપના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જોવા અહીં ક્લિક કરો

ક્રમ

બેઠક

ભાજપના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

01

કચ્છ

વિનોદ ચાવડા (રિપિટ)

નીતિશ લાલન

02

બનાસકાંઠા

રેખાબેન ચૌધરી 

ગેનીબેન ઠાકોર

03

અમદાવાદ પશ્ચિમ

દિનેશ મકવાણા

ભરત મકવાણા

04

પોરબંદર

મનસુખ માંડવિયા

લલિત વસોયા

05

વલસાડ

ધવલ પટેલ

અનંત પટેલ

06

અમદાવાદ પૂર્વ

હસમુખ પટેલ (રિપિટ)

રોહન ગુપ્તા

07

બારડોલી

પ્રભુભાઈ વસાવા (રિપિટ)

સિદ્ધાર્થ ચૌધરી

08

પાટણ

ભરતસિંહ ડાભી (રિપિટ)

 

09

ગાંધીનગર

અમિત શાહ (રિપિટ)

 

10

રાજકોટ

પરશોત્તમ રુપાલા

 

11

જામનગર

પૂનમ માડમ (રિપિટ)

 

12

આણંદ

મિતેશ પટેલ (રિપિટ)

 

13

ખેડા

દેવુસિંહ ચૌહાણ (રિપિટ)

 

14

પંચમહાલ

રાજપાલસિંહ જાદવ

 

15

દાહોદ

જશવંતસિંહ ભાભોર (રિપિટ)

 

16

ભરૂચ

મનસુખ વસાવા (રિપિટ)

 

17

નવસારી

સી.આર. પાટીલ (રિપિટ)

 

18

સાબરકાંઠા

ભીખાજી ઠાકોર

 

19

ભાવનગર

નિમુબેન બાંભણિયા

 

20

વડોદરા

રંજનબેન ભટ્ટ (રિપિટ)

 

21

છોટા ઉદેપુર

જશુભાઈ રાઠવા

 

22

સુરત

મુકેશભાઈ દલાલ

 

23

અમરેલી

 

 

24

મહેસાણા

 

 

25

જૂનાગઢ

 

 

26

સુરેન્દ્રનગર

 

 


Google NewsGoogle News