Get The App

ગુજરાતમાં 26માંથી 23 સાંસદો કરોડપતિ: આ નેતાની સંપત્તિ 68 લાખથી અઢી કરોડ થઈ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 26માંથી 23 સાંસદો કરોડપતિ: આ નેતાની સંપત્તિ 68 લાખથી અઢી કરોડ થઈ 1 - image


Lok Sabha Elections Result 2024: ગુજરાતમાંથી ચૂંટાયેલા 26 પૈકીના 12 સાંસદો એવા છે, જેઓ બીજી કે તેથી વધુ લોકસભામાં પ્રતિનિધિત્વ કરશે. આ 12 સાંસદોમાંથી પાંચની સંપત્તિમાં 2019ની સરખામણીએ 2024માં 100 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત 26માંથી 23 જીતેલા ઉમેદવારો કરોડપતિ છે. 2019ની લોકસભામાં ગુજરાતમાંથી 24 સાંસદો કરોડપતિ હતા.

મનસુખ વસાવાની સંપત્તિમાં 273 ટકાનો વધારો

ભરૂચથી ભાજપના વિજેતા ઉમેદવાર મનસુખ વસાવાની સંપત્તિમાં સૌથી વધુ 273 ટકાનો વધારો થયો છે. તેમની સંપત્તિ  2019માં 68.35 લાખ રૂપિયા હતી અને 2024માં વધીને 2.54 કરોડ રૂપિયા થઈ છે. આમ પાંચ વર્ષમાં તેમની સંપત્તિ 1.86 કરોડ વધી ગઈ છે. તેમણે પોતાની આવકનો સ્ત્રોત લોકસભાથી મળતા વેતન, બેન્કમાંથી મળતા વ્યાજને દર્શાવ્યા છે. સૌથી વધુ સંપત્તિ વધી હોય તેમાં જામનગરનાં પૂનમ માડમ બીજા સ્થાને છે. 2019ની સરખામણીએ 2024માં તેમની સંપત્તિ 104 કરોડ રૂપિયા વધી ગઈ છે. 2019માં તેમની સંપત્તિ રૂપિયા 43.73 કરોડ રૂપિયા હતી અને હવે તે રૂપિયા 147.70 કરોડ રૂપિયા છે. 

ગુજરાતમાં 26માંથી 23 સાંસદો કરોડપતિ: આ નેતાની સંપત્તિ 68 લાખથી અઢી કરોડ થઈ 2 - image

સી.આર. પાટીલની સંપત્તિમાં ઘટાડો

બીજી વખત ચૂંટાયેલા અન્ય ઉમેદવારો કે જેમની સંપત્તિમાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. તેમાં જુનાગઢના રાજેશ ચુડાસમા, કચ્છના વિનોદ ચાવડા, આણંદના મિતેષ પટેલ, ગાંધીનગરના અમિત શાહ, ખેડાના દેવુસિંહ ચૌહાણ, દાહોદના જશવંતસિંહ ભાભોર, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, બારડોલીના પ્રભુ વસાવાનો સમાવેશ થાય છે. અલબત્ત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સંપત્તિ 2019 કરતાં 2024માં 11 ટકા ઘટી ગઈ છે. 2019માં તેમની સંપત્તિ 44.60 કરોડ રૂપિયા હતી. તે 2024માં ઘટીને 39.49 કરોડ રૂપિયા થઈ છે. તેમની સંપત્તિમાં 5.11 કરોડનો નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકસભામાં ગુજરાતમાંથી ચૂંટાયેલા જે ઉમેદવારોને નામે ગુના નોંધાયા છે તેમાં અમિત શાહ, રાજેશ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, પરશોત્તમ રૂપાલા, જશુભાઈ રાઠવાનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News