Get The App

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલ વસ્ત્રાપુર તળાવ રીનોવેશન માટે ઓગસ્ટ અંત સુધી લોકો માટે બંધ

તળાવ અને ગાર્ડન ડેવલપ કરવા રુપિયા ૧૦ કરોડથી વધુનો ખર્ચ કરાશે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News

   ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલ વસ્ત્રાપુર તળાવ રીનોવેશન માટે ઓગસ્ટ  અંત સુધી લોકો માટે બંધ 1 - image  

  અમદાવાદ,મંગળવાર, 27 ફેબ્રુ,2024

ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવને રીનોવેશન કામગીરી માટે ઓગસ્ટ-૨૦૨૪ અંત સુધી લોકો માટે બંધ કરવામાં આવ્યુ છે.તળાવ રીનોવેશન ઉપરાંત ગાર્ડન ડેવલપ કરવા રુપિયા ૧૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે.

બોડકદેવ વોર્ડમાં આવેલુ વસ્ત્રાપુર તળાવ વર્ષ-૨૦૦૩માં ઔડા દ્વારા ડેવલપ કરવામાં આવ્યુ હતુ.આ તળાવના રીનોવેશનની કામગીરી કરાવવા ૨૭ ફેબુ્રઆરીથી ૨૭ ઓગસ્ટ-૨૦૨૪ સુધી લોકો વસ્ત્રાપુર તળાવની અંદર પ્રવેશ કરી શકશે નહીં.આ કામગીરી વધુ સમય લંબાવવાની સંભાવના હોવાનુ ઉત્તર-પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.તળાવ રીનોવેશનની કામગીરી પુરી કરવામાં આવ્યા બાદ ગાર્ડન ડેવલપ કરવા માટેની કામગીરી કરવામાં આવશે.

દસ વર્ષમાં વસ્ત્રાપુર તળાવ પાછળ  કયારે-કેટલો ખર્ચ કરાયો?

૧.ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપીંગની મુલાકાત સમયે રુપિયા ચાલીસ લાખનો એક એવા ચાર ફુવારા ચાર ગેટ ઉપર  લગાવવામાં આવ્યા હતા.

૨.વસ્ત્રાપુર તળાવ પાસે મુકવામાં આવેલા નરસિંહ મહેતાની પ્રતિમા ઉપર છત્રી મુકવા રુપિયા પચાસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

૩.સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત તળાવની અંદર  અને બહાર એમ અંદાજે ચાલીસ જેટલા સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવ્યા હતા.એક કેમેરાની અંદાજે રુપિયા એક લાખ કિંમત છે.

૪.વસ્ત્રાપુર તળાવમાં આવતા મુલાકાતીઓ માટે મ્યુઝિક સિસ્ટમ મુકવામાં આવી હતી.

૫. વસ્ત્રાપુર તળાવને ટ્રીટ કરેલા પાણીથી ભરેલુ રાખવા રુપિયા બે કરોડના ખર્ચથી ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામા આવ્યો હતો.


Google NewsGoogle News