Get The App

અમદાવાદ મ્યુનિ.હદમાં આવેલા ભયજનક મકાન કે તેનો ભાગ ઉતારી લેવડાવવા એસ્ટેટ વિભાગને તાકીદ

અમલ કરવામાં અનિયમિતતા જોવા મળશે તો ડે.એસ્ટેટ ઓફિસર સહિતના જવાબદાર

Updated: May 31st, 2024


Google NewsGoogle News

      અમદાવાદ મ્યુનિ.હદમાં આવેલા ભયજનક મકાન કે તેનો ભાગ ઉતારી લેવડાવવા એસ્ટેટ વિભાગને તાકીદ 1 - image 

 અમદાવાદ,શુક્રવાર,31 મે,2024

રથયાત્રા તેમજ ચોમાસાના સમયને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આવેલા ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવડાવવા એસ્ટેટ વિભાગને તાકીદ કરવામાં આવી છે. અમલ કરવામા અનિયમિતતા જોવા મળશે તો ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ વોર્ડના સબ ઈન્સપેકટરને જવાબદાર ગણવામા આવશે.

અમદાવાદમાં આવેલા ભયજનક મકાન કે તેના ભાગનો સર્વેકરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શરુ કરવામા આવી છે.રથયાત્રાના રુટમાં આવતા મધ્યઝોનના ખાડીયા,રાયપુર ઉપરાંત ઉત્તરઝોનના સરસપુર અને અન્ય વોર્ડ વિસ્તારમાં આવેલા ભયજનક મકાન કે તેનાભાગનો સર્વે કરી એસ્ટેટ વિભાગ રીપોર્ટ તૈયાર કરશે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ દ્વારા તમામ ભયજનક મકાનનો સર્વે કરી મકાન માલિક કે કબજેદારને તાત્કાલિક સમારકામ કરવા કે ઉતારી લેવડાવવા નોટિસ આપવા સુચના આપવામા આવી છે.નોટિસ આપવામા આવ્યા બાદ પણ મકાન માલિક કે કબજેદાર દ્વારા ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં ના આવે તો જરુર જણાય એવા કીસ્સામાં પોલીસ બંદોબસ્ત મેળવી ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે પુરી કરાવવાની રહેશે.આ બાબત માનવ જાનહાનીને લગતી હોવાથી ગંભીરતાથી કામગીરી હાથ ધરવા એસ્ટેટ વિભાગને સુચના આપવામાં આવી છે.


Google NewsGoogle News