Get The App

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલી ૫ હજાર કરોડની ૩૨ હેકટર જમીન ડેવલપમેન્ટ રાઈટ સાથે લીઝ ઉપર અપાશે

સાબરમતી રિવરફ્રન્ટ ઉપર કોમર્શિયલ તથા હોસ્પિટલ સહિતનું ડેવલપમેન્ટ કરવા માટે બીડરો પાસેથી ઓફર મંગાવવામાં આવશે

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલી ૫ હજાર કરોડની ૩૨ હેકટર જમીન ડેવલપમેન્ટ રાઈટ સાથે લીઝ ઉપર અપાશે 1 - image


અમદાવાદ,ગુરુવાર,1 ફેબ્રુ,2024

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલી હાલની બજાર કિંમત મુજબ રુપિયા ૪૯૮૨.૭૦ કરોડની ૩૨ હેકટર જમીન ડેવલપમેન્ટ રાઈટસ સાથે લીઝ ઉપર આપવામાં આવશે.રિવરફ્રન્ટ ખાતે આવેલી જગ્યાના વેલ્યુઝોનને મ્યુનિ.બોર્ડની મંજૂરી મળ્યા બાદ રાજય સરકારની મંજૂરી માટે દરખાસ્ત મોકલાશે.સરકારની મંજૂરી મળ્યા બાદ રિવરફ્રન્ટના અલગ અલગ લોકેશન ઉપર આવેલી જમીન વેચાણથી આપવાના બદલે વીસ કે ત્રીસ વર્ષના ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપવા ટેન્ડર પ્રક્રીયાથી ઓફર મંગાવાશે.આવનારા સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર કોમર્શિયલ ઓફિસ પ્રકારનું,હોસ્પિટલ સહિતનુ ડેવલપમેન્ટ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ફેઝ-વનના માસ્ટર પ્લાનમાં જરુરી ફેરફાર કરી રીવાઈઝ ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન રાજય સરકાર તથા ઔડાને મંજૂરી માટે મોકલી આપ્યો છે.રીવાઈઝડ ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન મુજબ, અંદાજે ૩૨.૯૩ હેકટર જમીન મલ્ટીઝોન તરીકે સુચિત કરી છે.રિવરફ્રન્ટના પૂર્વ અન પશ્ચિમમાં થઈ કુલ આઠ વેલ્યુઝોન નકકી કરવામાં આવ્યા હતા.જે પૈકી શંકરભુવનવાળી જગ્યાએ સ્લમ વિસ્તાર આવેલ હોવા ઉપરાંત ખાનગી માલિકીની જમીનો પ્રોજેકટ બાઉન્ડ્રીમાંથી દુર કરેલી હોવાથી હાલ સાત વેલ્યુઝોનને મંજૂરી આપવામાં આવી છે.સાત વેલ્યુઝોનના બિલ્ટઅપ એરીયાના ડેવલપમેન્ટ રાઈટસની જી.એસ.ટી.સાથેની કિંમત તથા લેન્ડ ડીસ્પોઝલ પોલીસી-૨૦૨૩ સુધારા સાથેની મંજૂર કરવામાં આવી છે.

સાબરમતીના પૂર્વ-પશ્ચિમ કાંઠાની સમૃધ્ધિમાં વધારો થશે

સાબરમતી રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે મ્યુનિ.તંત્ર તરફથી ત્રીજા ફેઝના ડેવલપમેન્ટ માટે તૈયારી શરુ કરવામા આવી છે.રાજય સરકાર સાથે કરવામા આવેલા એમ.ઓ.યુ.મુજબ દુબઈ સ્થિતિ શોભા રિયાલીટી દ્વારા રિવરફ્રન્ટના ત્રીજા ફેઝના ડેવલપમેન્ટ માટે રોકાણ કરવામા આવનાર છે.દરમિયાન સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા સાત વેલ્યુઝોનને મંજૂરી આપવામા આવ્યા બાદ સાબરમતીના પશ્ચિમ અને પૂર્વ કાંઠાની સમૃધ્ધિમાં વધારો થશે.આંતરરાષ્ટ્રીય કક્ષાના બીડરો પણ રિવરફ્રન્ટના જાહેર કરવામા આવેલા વેલ્યુઝોનમાં રોકાણ કરવા ઉત્સુક બનશે.આ કારણથી રિવરફ્રન્ટ ખાતે આવેલી જમીન ઉપર સ્કાય સ્કેપર બિલ્ડિંગ બનવાની સાથે વિવિધ પ્રકારનુ ડેવલપમેન્ટ આવનારા સમયમાં શકય બનશે.

મંજૂર  કરાયેલ  ડેવલપમેન્ટ રાઈટ રેટ કયાં-કેટલાં

સ્થળ                   અંદાજીત જગ્યા(સ્કે.મીટર)    દર(સ્કે.મીટર)

એન.આઈ.ડી આગળ    ૩૦૮૦૦૦                      ૨૨૬૪૭

વલ્લભસદન પાસે      ૩૨૨૦૦૦                      ૨૩૬૭૬

ટોરેન્ટ આગળ          ૨૯૫૦૦૦                      ૨૧૬૯૧

પીકનીક હાઉસ પાસે    ૨૯૭૦૦૦                      ૨૪૭૫૦

દૂધેશ્વર                 ૨૧૧૭૫૦                      ૧૯૯૮૨

લેમન ટ્રી હોટલ પાસે   ૨૫૦૦૦૦                      ૨૦૮૩૩

જગન્નાથ મંદિર પાસે    ૫૧૭૫૦                       ૧૬૧૭૨


Google NewsGoogle News