ગ્રીન બોન્ડનું BSE માં લિસ્ટીંગ, અમદાવાદમાં ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ સહિતના પ્રોજેકટ થશે

ગટરના પાણીને શુધ્ધ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવામાં આવશે

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News

        

ગ્રીન બોન્ડનું  BSE માં લિસ્ટીંગ, અમદાવાદમાં ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ સહિતના પ્રોજેકટ થશે 1 - image
અમદાવાદ,ગુરુવાર,8 ફેબ્રુ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રુપિયા ૨૦૦ કરોડના ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એકસચેઈન્જમાં લિસ્ટિંગ કરવામા આવ્યુ છે.અમદાવાદમાં ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ સહિતના પ્રોજેકટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાથ ધરશે.ગટરના પાણીને શુધ્ધ કરીને ઉદ્યોગોને આપવામા આવશે.

રાજયમાં રુપિયા ૨૦૦ કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યુ છે.૨૦૦ કરોડના ગ્રીન બોન્ડસાઈઝ સામે શરુઆતની ચાર સેકન્ડમાં જ રુપિયા ૪૧૫ કરોડનુ સબસ્ક્રીપ્શન મળ્યુ હતુ.રાજયના મુખ્યમંત્રીની હાજરીમા આ ગ્રીન બોન્ડનુ બોમ્બે સ્ટોક એકસચેઈન્જમાં લિસ્ટીંગ કરવામા આવ્યુ હતુ.મેયર  સહિતના હોદ્દેદાર હાજર રહયા હતા.સસ્ટેઈનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેકટના અસરકારક અમલ માટે આ બોન્ડના નાણાંનો ઉપયોગ કરાશે.


Google NewsGoogle News