ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જુઓ યાદી
Gujarat Police : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 11000થી વધુ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા 8 જાન્યુઆરી 2025થી ઉમેદવારોની શારીરિક કસોટી લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોની યાદી પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
બિન હથિયારી PSI સંવર્ગની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોની યાદી
રાજ્યમાં 8 જાન્યુઆરી 2025થી ગુજરાત રાજયના 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શારીરિક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો પોલીસ વિભાગે જાહેર કરી છે. શારીરિક કસોટીની ઓફિસિયલ યાદી માટે ઉમેદાવોર lrdgujarat2021.in પર અહીં ક્લિક કરીને માહિતી મેળવી શકશે.
રાજ્યમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડિંગ સાથે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરી હતી. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.
ભરતી પ્રક્રિયા દરમિયાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરિકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવ્યા હશે કે ૫સંદ કરવામાં આવ્યા હશે, તો કોઈપણ તબક્કે તે રદ થવાપાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે. આ સાથે સરકાર, નામદાર સુપ્રીમ કોર્ટ. નામદાર હાઇકોર્ટના ચૂકાદો તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
પરિણામમાં વાંધો કે રજૂઆત આ તારીખ સુધી કરી શકાશે
જો કોઇ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજૂઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર- ગ-12, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર-382007 ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયર કરી શકે છે. જ્યારે 22 ફેબ્રુઆરી 2025 બાદ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.