Get The App

ગુજરાતમાં GIFT Cityમાં દારૂની છુટ, અધિકૃત કર્મચારી-અધિકારીઓ અને મુલાકાતીઓ માટે નિર્ણય

GIFT Cityમાં હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ અને ક્લબને FL3 મંજૂરી મળશે

ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં GIFT Cityમાં દારૂની છુટ, અધિકૃત કર્મચારી-અધિકારીઓ અને મુલાકાતીઓ માટે નિર્ણય 1 - image

Liquor permission in GIFT CITY : ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં "વાઈન એન્ડ ડાઈન" ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવાયો છે.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી "વાઈન એન્ડ ડાઈન" આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે. 

GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે.

GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. 

સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.


ગુજરાતમાં GIFT Cityમાં દારૂની છુટ, અધિકૃત કર્મચારી-અધિકારીઓ અને મુલાકાતીઓ માટે નિર્ણય 2 - image


Google NewsGoogle News