Get The App

પતંગ રસિયાઓ માટે નિરાશાજનક સમાચાર, ઉત્તરાયણ વખતે હળવા વરસાદની શક્યતા

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
પતંગ રસિયાઓ માટે નિરાશાજનક સમાચાર, ઉત્તરાયણ વખતે હળવા વરસાદની શક્યતા 1 - image


Weather Forecast in Uttarayan : પતંગ રસિયાઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે.  ગુજરાતીઓના સૌથી મનપસંદ તહેવાર તરીકે ગણાતા ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ સમયે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. અમદાવાદમાં જાન્યુઆરીમાં હાડ થીજાવતી ઠંડી પડશે અને 31માંથી 20 દિવસ તાપમાન 13 ડિગ્રીથી નીચું જ રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ વખતે હળવા વરસાદની પણ સંભાવના છે. 

અમદાવાદમાં 7 જાન્યુઆરી બાદ કાતિલ ઠંડી પડશે

હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં જાન્યુઆરીના પ્રથમ પાંચ દિવસ ઠંડીનું પ્રમાણ સાધારણ રહેશે અને તાપમાન 15 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. 6 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધવા લાગશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે પણ ગગડી શકે છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં બસ-ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર, 3નાં મોત, વાહન છૂટા પાડવા 3 ક્રેઇનની મદદ લેવાઈ

બીજા સપ્તાહમાં મોટાભાગના દિવસોમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ જ રહેશે.  બીજી તરફ હવામાન વિભાગના મતે અમદાવાદમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ દરમ્યાન તાપમાન 14થી 16 ડિગ્રી વચ્ચે રહી શકે છે.

મંગળવારે 6.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15.4  ડિગ્રી સાથે સરેરાશ લધુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો વધારો રહ્યો હતો. જ્યારે વડોદરામાં 16 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી અને સુરતમાં 17.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગત રાત્રે અન્યત્ર જ્યાં વધુ ઠંડી નોંધાઈ તેમાં ભુજ, ડીસા, રાજકોટ, ગાંધીનગરનો સમાવેશ થાય છે. 


Google NewsGoogle News