Get The App

અંડરગ્રાઉન્ડ કેબલ, ગેસ પાઈપલાઈન નાંખવા કંપનીઓ પાસેથી એકસરખા દરથી રીસ્ટોરેશન ચાર્જ વસૂલવામાં આવશે

રેલવે ઓવરબ્રિજ ઉપર રોડ ઓપનીંગ પરમીટ પેટે પ્રતિ રનીંગ મીટર રુપિયા ૧૧૩૪ ચાર્જ વસૂલાશે

Updated: Feb 5th, 2025


Google News
Google News

  અંડરગ્રાઉન્ડ કેબલ, ગેસ પાઈપલાઈન નાંખવા કંપનીઓ પાસેથી એકસરખા દરથી રીસ્ટોરેશન ચાર્જ વસૂલવામાં આવશે 1 - image   

  અમદાવાદ,મંગળવાર,4 ફેબ્રુ,2025

અમદાવાદમાં વિવિધ કંપનીઓ, એજન્સીઓ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવા,ગેસ પાઈપ લાઈન નાંખવા સહીતની અન્ય કામગીરી માટે મ્યુનિ.તંત્ર પાસેથી રોડ ઓપનીંગની મંજૂરી માંગવામાં આવે છે. આ પ્રકારની કામગીરી કરતી તમામ એજન્સીઓ પાસેથી એક સરખા દરથી મ્યુનિ.તંત્ર વન ટાઈમ રીસ્ટોરેશન ચાર્જ અને સીકયોરીટી ડિપોઝીટ વસૂલવામાં આવશે.રેલવે ઓવરબ્રિજ ઉપર રોડ ઓપનીંગની પરમીટ પેટે પ્રતિ રનીંગ મીટર પેટે આસ્ફાલ્ટ રોડ માટે  રુપિયા ૧૧૩૪ ચાર્જ વસૂલવામાં આવશે.

શહેરના વિવિધ વિસ્તારમાં ટેલિફોન,મોબાઈલ તેમજ પાઈપ મારફતે કુદરતી ગેસ વિતરણ માટે નેટવર્ક સ્થાપવા ઈચ્છતી એજન્સી-કંપનીઓ  શહેરના રસ્તાઓ કામગીરી કરવા માટે ખોદવાના થાય તે સમયે મ્યુનિ.તંત્ર પાસેથી રોડ ઓપનીંગની મંજૂરી મેળવી કાચા રસ્તા,ડામર રોડ, વ્હાઈટ ટોપીંગ રોડ, આર.સી.સી.રોડ ખોદી નાંખવામાં આવતા હોય છે.જે તે કંપનીઓ દ્વારા ગેસની પાઈપ લાઈન કે ટેલીફોન લાઈન નાંખવામાં આવ્યા પછી મ્યુનિ.તંત્રને આવા રસ્તાઓ ફરીથી બનાવવાના રહે છે.મ્યુનિ.તંત્રને જે ખર્ચ થાય એ સરભર કરવા આવી કંપનીઓ પાસેથી વાર્ષિક ભાડુ લેવામાં આવે છે. એકસૂત્રતા જળવાઈ રહે એ માટે રાજય સરકારના પરિપત્ર મુજબ ,યુજીવીસીએલ, ટેલીફોન લાઈન, કેબલ અને ગેસ પાઈપ લાઈન નાંખવા માટે એકસરખા દરથી રીસ્ટોરેશન ચાર્જ અને સિકયોરીટી ડિપોઝીટ મ્યુનિ.તંત્ર દ્વારા વસૂલ કરવામા આવશે.રેલવે ઓવરબ્રિજ ઉપર કામગીરી કરવા પરમીશન મેળવવા રેલવે વિભાગની પહેલા મેળવવી પડશે.

કયાં-કેટલો ચાર્જ વસૂલાશે?

રસ્તાનો પ્રકાર  ચાર્જ(રનીંગ મીટર દીઠ)

આસ્ફાલ્ટ રોડ   ૧૧૩૪

કાચો રોડ       ૮૦.૪૦

ફૂટપાથ         ૧૪૨૨.૦૦

સી.સી.રોડ      ૧૪૩૭.૦૦


Tags :
AMCworkpolicy

Google News
Google News