Get The App

બુધવારે મોડી રાત્રિના સમયે ન્યુ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબર કોલોનીમાં આગ, છ ઓરડી આગમાં ખાખ થઈ

ફાયર વિભાગના બે જવાનોને સામાન્ય ઈજા, એક લાખ લીટર પાણીનો મારો ચલાવાયો

Updated: Apr 4th, 2025

GS TEAM


Google News
Google News

 બુધવારે મોડી રાત્રિના સમયે  ન્યુ રાણીપમાં  બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબર કોલોનીમાં આગ, છ ઓરડી આગમાં ખાખ થઈ 1 - image      

 અમદાવાદ,ગુરુવાર,3 એપ્રિલ,2025

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રિના સુમારે બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબરકોલોનીમાં આગ લાગતા છ ઓરડી આગમાં ખાખ થઈ ગઈ હતી.આગ હોલવવાની કામગીરી કરી રહેલા અમદાવાદ ફાયર વિભાગના બે જવાનોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.

ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી વિગત મુજબ,બુધવારે મોડી રાત્રિના ૧૨ કલાકના સુમારે ન્યુ રાણીપ વિસ્તારમાં આશ્ચર્ય બિલ્ડિંગની પાસે આવેલી લેબર કોલોનીમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા પાંચ વાહન સાથે આગ હોલવવા ઘટના સ્થળે પહોંચ્યા હતા.લેબર કોલોનીમાં એક બ્લોકમાં ૨૪ રુમ હતા.૬૦૦ બેડ તથા ૨૬૪ રુમ ધરાવતી લેબરકોલોનીમાં આગ લાગવાનુ કારણ જાણવા મળ્યુ નથી.કોલોનીમાં આગ લાગવાના કારણે ગાદલા ઉપરાંત પલંગ,વાયરીંગ સહીત અન્ય ચીજોને નુકસાન પહોંચ્યુ હતુ.ફાયર વિભાગની ટીમે એક લાખ લીટર પાણીનો મારો ચલાવીને આગ હોલવી હતી.એલ એન આઈ નામની કંપનીના મજુરો માટે આ લેબર કોલોની બનાવવામાં આવી હોવાનું ફાયર સૂત્રોમાંથી જાણવા મળે છે.

Tags :