Get The App

અમદાવાદમાં ૨૪ દિવસ ચાલેલા ફલાવરશોની ૧૩ લાખ લોકોએ મુલાકાત લીધી,૧૨.૯૦ કરોડ આવક

રુપિયા ૧૦થી ૨૩૫ સુધીનો ભાવ રોપા લઈ જવા માટે નકકી કરવામા આવ્યો

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News

  અમદાવાદમાં ૨૪ દિવસ ચાલેલા   ફલાવરશોની ૧૩ લાખ લોકોએ મુલાકાત લીધી,૧૨.૯૦ કરોડ આવક 1 - image     

 અમદાવાદ,મંગળવાર,28 જાન્યુ,2025

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૨૪ દિવસ ચાલેલા ઈન્ટરનેશનલ ફલાવરશોની કુલ ૧૩ લાખ લોકોએ મુલાકાત લીધી હતી. મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૯૦ કરોડની આવક થવા પામી હતી.નર્સરીના રોપા તથા ફુડ સ્ટોલના ભાડાની આવક મળીને તંત્રને રુપિયા ૧૫ કરોડ આવક થઈ હતી. ફલાવર શો યોજવા આ વર્ષે રુપિયા ૧૫ કરોડ ખર્ચ કરાયો હતો.૨૮થી ૩૧ જાન્યુઆરી સુધી મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફલાવરશોમાં જે સીઝનલ ફુલ રાખવામાં આવ્યા હતા તેને શહેરીજનો મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ અલગ અલગ નર્સરી ખાતેથી મેળવી શકશે. આ માટે રુપિયા ૧૦થી ૨૩૫ સુધીનો ભાવ નકકી કરવામાં આવ્યો છે.

ત્રીજી જાન્યુઆરીથી અમદાવાદમાં ફલાવરશોની શરૃઆત કરવામાં આવી હતી. આ શોને ૨૬ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો. વર્ષ-૨૦૨૫માં ફલાવરશોના આયોજન પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા પંદર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સત્તાધારી પક્ષ તરફથી ફલાવરશોમાં પ્રિ-વેડિંગ અને મૂવી,જાહેરાતના શૂટીંગ માટે રૃપિયા ૨૫ હજારથી લઈ એક લાખ સુધીના દર નકકી કરવામાં આવ્યા હતા.જો કે એક પણ બુકીંગ મળ્યુ નહતુ.ફલાવરશોમાં કુલ ૧૨.૮૬ લાખ મુલાકાતી આવ્યા હતા.ટિકીટ ફી પેટે તંત્રને રુપિયા ૯.૪૬ કરોડ આવક થઈ હતી.રીક્રીએશન કમિટીના ડેપ્યુટી ચેરમેન સ્નેહાબા પરમારે કહયુ,નર્સરીના રોપા અને ફુડ સ્ટોલની થઈ કુલ ૧૫ કરોડની આવક થવા પામી હતી.૧૪ જાન્યુઆરીએ એક જ દિવસમાં ફલાવરશોની કુલ ૧.૩૦ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.૨૮થી ૩૧ જાન્યુઆરી સુધી વેચાણ કરવામા આવનારા સિઝનલ રોપાની વિગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર લોકો જોઈ શકે એ પ્રમાણે મુકવામાં આવશે.વ્યકિત કે એજન્સી કામકાજના દિવસ દરમિયાન ટેલિફોનીક સંપર્ક કરીને પણ તેમની જરુર મુજબના રોપા મેળવી શકશે.પાંચ નર્સરીઓ ૩૧ જાન્યુઆરી સુધી સવારના ૯થી બપોરના ૧ તથા બપોરના ૨થી સાંજના ૬ કલાક સુધી ખુલ્લી રાખવામાં આવશે.રોપા લઈ જવા માટે ખરીદનારે પોતાનુ વાહન લઈ જવુ પડશે.રોપા નકકી કરવામા આવ્યા પછી નિયત રકમ ચૂકવવામાં આવ્યા પછી રોપા આપવામાં આવશે.

કયા-કયા રોપા આપવામાં આવશે?

અમદાવાદ મ્યુનિ.ની પાંચ નર્સરીઓ ઉપરથી સિઝનલ પ્રકારના ફુલો કે જેમાં ગજેનીલા, ડાયનથશ, સિલાસીયા, વિન્કા, કેલેન્ડુલા, બીગોનીયા, હાયપોસ્ટિસ, સિલ્વર ડસ્ટ, પીટુનીયા, સેવંતી, સાલ્વીયા એસ્ટર જેવા રોપા મળશે.જયારે ૬ ઈંચ ઉંચા એવા ઓર્નામેન્ટલ કેલે, પોટપાનસેટીયા તથા ૮ ઈંચ ઉંચા એવા પોટ પાનસેટીયા સહીતના અન્ય ઉપલબ્ધ રોપા મળશે.



Google NewsGoogle News