કચ્છના મુન્દ્રામાં ભાજપના આગેવાનો વચ્ચે થઈ મારામારી, ઘટનાનો વીડિયો થયો વાયરલ
Mundra BJP Leader Quarrel : કચ્છના મુન્દ્રામાં ભાજપના નેતાઓ વચ્ચે જૂની અદાવતમાં બબાલ થઈ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ભાજપના એક નેતા ઘરે બે યુવાનો પહોંચે છે. જેમાંથી એક યુવાન દરવાજા પર અન્ય નેતાને લાફાવાળી કરતો જોવા મળે છે.
જૂની અદાવતમાં ભાજપના નેતા બાઝ્યા
મુન્દ્રાના પૂર્વ સરપંચ અને ભાજપના નેતા ધર્મેન્દ્ર જેસરના ઘરે જઈને એક શખ્સે જૂની અદાવતમાં મારામારી કરી છે. લાફાવાળી કરતો શખસ ભાજપનો જ સભ્ય હોવાની ચર્ચા છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
આ પણ વાંચો : દિવાળી પહેલા કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા નવા આઠ મહેમાન, વેકેશનમાં જરૂર જજો
મારામારીની ઘટનાને લઈને ધર્મેન્દ્ર જેસરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.