Get The App

ભુજ: કંઢેરાઇ ગામના બોરવેલમાં ખાબકેલી યુવતી ટૂંક સમયમાં આવશે બહાર, હવે ફક્ત 100 ફૂટ દૂર

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ભુજ: કંઢેરાઇ ગામના બોરવેલમાં ખાબકેલી યુવતી ટૂંક સમયમાં આવશે બહાર, હવે ફક્ત 100 ફૂટ દૂર 1 - image


Girl falls into borewell In Bhuj: ભુજ તાલુકામાં સોમવારે (6 જાન્યુઆરી) રાજ્યભરમાં ચકચારી મચી જાય તેવી ઘટના બની હતી. ભુજના કંઢેરાઈ ગામે સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) વહેલી સવારે 6 વાગ્યે એક યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ હાલ BSF, ફાયર બ્રિગેડ સહિતની વિવિધ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે, ચિંતાની વાત એ છે કે, સોમવારે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફૂટ જ બાકી હતાં. પરંતુ, રેસ્ક્યુ ટીમના સાધનોમાંથી યુવતી છટકી જતાં તે પાછી બરોવેલમાં નીચે સરકી ગઈ હતી. જોકે, હાલ હવે યુવતી માત્ર 100 ફૂટ જ દૂર છે. ખૂબ જ જલ્દી હવે આ યુવતી બોરવેલમાંથી બહાર આવે તેવી શક્યતા છે. 

નજીકના સમયમાં બહાર આવશે યુવતી

ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવના જણાવ્ચયા અનુસાર, 'હાવલ યુવતીને બોરવેલમાં 100 ફૂટના અંતર સુધી લાવી દેવાઈ છે. બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. નજીકના સમયમાં તે બહાર આવશે તેવી શક્યતા છે.'

આ પણ વાંચોઃ ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા

100 ફૂટ ઊંડે ફસાયેલી છે યુવતી

નોંધનીય છે કે, હાલ ઘટના સ્થળ પર ઈન્ડિયાન આર્મી, BSF, કચ્છ કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સૂંડા, આરોગ્ય વિભાગની અને પધ્ધર પોલીસ સ્ટેશનની ટીમ હાજર છે. જ્યારે NDRFની ટીમ પહોંચવાની તૈયારીમાં છે. યુવતી બોરવેલમાં 100 ફૂટે ફસાઈ છે. હાલ બોરવેલમાં ઓક્સિજન સપ્લાય ચાલુ કરાયો છે, આ સાથે કેમેરો પણ બોરવેલમાં ઉતારાયો છે. તો લોખંડનો હુક નાખી યુવતીને બહાર કાઢવાના પ્રયાસ પણ ચાલુ છે.

આ ઘટનાની જાણકારી મળતાં જ ભુજમાં સંચાલિત ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. 

આ પણ વાંચોઃ અંજારમાં વેપારીને બંધક ઘરમાંથી લૂંટને અંજામ આપનાર ગેંગનાં ચાર સાગરીતો ઝડપાયા

શું હતી સમગ્ર ઘટના? 

ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવાર વહેલી સવારે કાનજી મીણા નામની ખેત મજૂર યુવતી વાડીના 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગઇ હતી. યુવતી અકસ્માતે પડી છે કે આત્મઘાતી પગલું ભર્યું છે તે હજુ બહાર આવ્યું નથી. બીજી તરફ યુવતી બોરવેલમાં ગરકાવ થયાંની ઘટનાની જાણ થતાં જ ભુજ અને ગાંધીધામ ફાયરબ્રિગેડની ટીમો ઉપરાંત NDRFની ટીમોએ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. રાજસ્થાનના પ્રતાપગઢની અને હાલ પિતરાઈ ભાઈ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામમાં છેલ્લા છથી આઠ વર્ષથી વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતી યુવતી સોમવારે વહેલી સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં નિત્યક્રમ કરવા માટે બહેન સાથે નીકળી હતી. યુવતી ઘરે પરત ન આવતા તપાસ દરમિયાન વાડીમાં આવેલા 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરમાંથી યુવતીનો બચાવો-બચાવોનો અવાજ સંભળાયો હતો. જેથી યુવતીના ભાઈએ વાડીના માલિકને જાણ કરી હતી. તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.



Google NewsGoogle News