Get The App

અમદાવાદમાં બુટલેગરોનો નવો કીમિયો: પોર્ટલ એપથી 46 બોટલ દારૂ મંગાવ્યો, હની સિંધી વોન્ટેડ જાહેર

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
અમદાવાદમાં બુટલેગરોનો નવો કીમિયો: પોર્ટલ એપથી 46 બોટલ દારૂ મંગાવ્યો, હની સિંધી વોન્ટેડ જાહેર 1 - image


Bootlegger Misuses Porter App In Ahmedabad : ગુજરાતમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાની અનેક ઘટનો સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કુબેરનગરમાં એક બુટલેગર શહેરમાં દારૂની હેરાફેરા કરવા માટે ઓનલાઈન ડિલિવરી એપ્લિકેશનનો દુરુપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોર્ટર એપ દ્વારા ભાડે લેવામાં આવેલા બે વાહનોમાંથી ગેરકાયદેસર દારૂની 46 બોટલ જપ્ત કરી છે. જ્યારે હની સિંધી નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. 

અમદાવાદમાં પોર્ટર એપના માધ્યમથી દારૂની હેરાફેરા

ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં બુટલેગરોએ શહેરમાં દારૂ પહોંચાડવા માટે લોજિસ્ટિક્સ એપ્લિકેશનો અને ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. ઘટના એમ છે કે, અમદાવાદના કુબેરનગરમાં બુટલેગર દ્વારા પોર્ટર એપના માધ્યમથી દારૂની હેરાફેરા કરતો હોવાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. 

આ પણ વાંચો: બોપલના જ્વેલર્સમાં લાખોના ઘરેણાં લૂંટીને આરોપીઓ ઉત્તરપ્રદેશ ભાગી ગયા હતા, ચારેયની ધરપકડ

પોલીસે બાતમીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, 'પોર્ટર એપ દ્વારા બુક કરાયેલા બે માલવાહક વાહનો મારફતે કુબેરનગરના આંબાવાડીમાં દારૂ પહોંચાડી આવતો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચીને વાહનોને અટકાવીને પૂછપરછ કરતાં ડ્રાઇવરોએ ખુલાસો કર્યો હતો કે, 'તેમને પીપલાજના શ્રીનાથ કાર્ગોથી કુબેરનગર, આંબાવાડી સુધી પાર્સલ પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ડિલિવરી સમયે તેમને હની સિંધીનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી હતી. વાહનોની તપાસ કરતાં ગેરકાયદેસર દારૂની 46 બોટલો ધરાવતા ચાર પાર્સલ મળી આવ્યા.'

પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો

સમગ્ર ઘટના મામલે પોલીસે હની સિંધી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને અને તેને વોન્ટેડ જાહેર કર્યો. જ્યારે ઓનલાઈન માધ્યમ થકી શહેરમાં દારૂનું વેચાણ થતું હોવાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી. 


Google NewsGoogle News