વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાં પ્રવેશ, વડસર નજીક કોટેશ્વર ગામ અને સોસાયટી વિસ્તારો બેટમાં ફેરવાયા

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાં પ્રવેશ, વડસર નજીક કોટેશ્વર ગામ અને સોસાયટી વિસ્તારો બેટમાં ફેરવાયા 1 - image


Vadodara Rain Update : વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી સુધી પહોંચતા શહેરમાં પૂરના પાણી પ્રવેશ્યા છે. જેને કારણે વળતર નજીક કોટેશ્વર ગામ અને આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે.

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 24 ફૂટ સપાટી વટાવ્યા શહેરમાં પૂરના પાણી પ્રવેશવાની શરૂઆત થાય છે. જેને કારણે કોર્પોરેશન દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે તેમજ સ્થળાંતરની તૈયારી કરવામાં આવી છે. 

તો બીજી બાજુ વડોદરાના વડસર વિસ્તાર પાસેના કોટેશ્વર ગામ, કોટેશ્વર મહાદેવ તેમજ કાંસા રેસીડેન્સી સહિતના આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. કાંસા રેસીડેન્સીના કેટલાક રહીશોએ ફાયર બ્રિગેડ પાસે રેસ્ક્યુની માંગણી કરતા તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. 


Google NewsGoogle News