અમદાવાદમાં મેચની ટીકિટોનો સોદો કરતાં બે મિત્રોનું અપહરણ, પાંચ લાખની ખંડણી માંગી 24 હજાર પડાવ્યા

આરોપીઓએ અપહરણ કરીને બોગસ ટિકિટ વેચે છે અને 13 લાખનું ફ્રોડ કર્યું છે તેવું બોલાવી વીડિયો ઉતાર્યો હતો

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News


અમદાવાદમાં મેચની ટીકિટોનો સોદો કરતાં બે મિત્રોનું અપહરણ, પાંચ લાખની ખંડણી માંગી 24 હજાર પડાવ્યા 1 - image

અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં આગામી શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે. જેને લઈને ગુજરાત પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ મેચને લઈને ટિકિટોના કાળાબજાર પર પણ પોલીસ નજર રાખી રહી છે.(ind vs pak)ગઈકાલે નકલી ટીકિટો ઝડપાયા બાદ આજે શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. (world cup cricket match)જેમાં બે મિત્રોને મેચની ટિકિટોનો સોદો કરવો ભારે પડ્યો છે. (satellite police )બંને મિત્રોનું કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હતું અને તેમની પાસે બોગસ ટિકીટ વેચે છે અને 13 લાખનું ફ્રોડ કર્યું છે તેવુ બોલાવી વીડિયો ઉતાર્યો હતો. 

ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે બે મિત્રો ભારત અને પાકિસ્તાનની મેચની ટીકિટોનો સોદો કરવા જતાં હતાં ત્યાં કેટલાક શખ્સોએ તેમનું અપહરણ કરીને પાંચ લાખ માંગ્યા હતાં. તે ઉપરાંત તેમની પાસે રહેલા 24 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતાં. અપહરણ કરનાર આરોપીઓએ બંને મિત્રોનો એક વીડિયો બનાવ્યો હતો અને તેમાં બોગસ ટિકિટ વેચે છે અને 13 લાખનું ફ્રોડ કર્યું છે તેવું બોલાવી વીડિયો ઉતાર્યો હતો. આરોપીઓએ 5 લાખ રૂપિયા માગી 24 હજાર પણ પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

 બેંક એકાઉન્ટમાંથી 24 હજાર પણ ઉપાડી લીધા

અભ્યાસની સાથે બુક માય શો તરફથી વોલન્ટિયર તરીકે નોકરી કરતાં એક યુવકે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, અમે નોકરી પર હતાં ત્યારે એક વ્યક્તિ અમારી પાસે આવ્યો હતો અને ભારત પાકિસ્તાનની મેચની ટીકિટો છે તેવું કહ્યું હતું. ત્યાર બાદ એક ઉન્મેશ અમીન નામના વ્યક્તિએ તમે આ કંપનીમા નોકરી કરો છો તો તમારી પાસે ટીકિટો હોય તો મારે ભારત પાકિસ્તાનની ટીકિટો જોઇએ છે તેવું જણાવીને તેણે હર્ષને ફોન કરીને 66 ટીકિટો જોઈએ છે તેવું કહ્યું હતું. તેને ટીકિટો જોઈતી હોવાથી ફરિયાદીના મિત્ર પાસે ટિકીટો હતી જેનો સોદો કરવા તેઓ અમદાવાદ આવ્યા હતાં. આ દરમિયાન ટિકીટ ખરીદનારે ફરિયાદી તથા તેના મિત્રોનું અપહરણ કરીને માર માર્યો હતો અને તેમની પાસે પાંચ લાખની માંગ કરી હતી. ત્યાર બાદ તેમના બેંક એકાઉન્ટમાંથી 24 હજાર પણ ઉપાડી લીધા હતાં. આ બાબતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

અમદાવાદમાં મેચની ટીકિટોનો સોદો કરતાં બે મિત્રોનું અપહરણ, પાંચ લાખની ખંડણી માંગી 24 હજાર પડાવ્યા 2 - image


Google NewsGoogle News