Get The App

ખ્યાતિ હોસ્પિટલ વધુ એકને ભરખી ગઈ! એન્જિયોપ્લાસ્ટી બાદ 72 વર્ષીય દર્દીનું મોત, પરિજનોનો ગંભીર આક્ષેપ

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
ખ્યાતિ હોસ્પિટલ વધુ એકને ભરખી ગઈ! એન્જિયોપ્લાસ્ટી બાદ 72 વર્ષીય દર્દીનું મોત, પરિજનોનો ગંભીર આક્ષેપ 1 - image


Ahmedabad News: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના એક દર્દીની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યાના થોડા જ કલાક બાદ તેઓની સતત તબિયત ખરાબ હતી અને ગુરૂવારે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ તેઓનું મોત નિપજ્યું હતું. 72 વર્ષના કાંતિ પટેલ નામના દર્દીનું એન્જિયોપ્લાસ્ટી બાદ મોત થવાથી ફરી એકવાર હોસ્પિટલ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 

શું હતી સમગ્ર ઘટના?

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. બાદમાં 19 લોકોને અમદાવાદ ખાતે ખ્યાતિ હોસ્પિટલમાં લાવી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં હતી. તે સમયે પણ ત્રણ લોકોના મોત નિપજ્યા હતાં. ત્યારબાદ હવે વધુ એક 72 વર્ષીય દર્દીનું મોત નિપજ્યું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદથી સતત તેમની તબિયત લથડી રહી હતી. એન્જિયોપ્લાસ્ટી બાદથી તેઓને બીપી અને શ્વાસની સમસ્યાઓમાં વધારો થયો હતો. બાદમાં તેઓને કડીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ 26 જાન્યુઆરીએ કર્તવ્યપથ પર ગુજરાતની ઝાંખી રજૂ કરાશે, જાણો કેવી હશે થીમ

હાલ પરિવારજનોએ ખ્યાતિ હોસ્પિટલ સામે રોષ વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે. મૃતક કાંતિ પટેલના પૌત્ર અરૂણ પટેલનું કહેવું છે કે, 'કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી, ત્યાર બાદથી તેમની તબિયત ખરાબ હતી. આ મુદ્દે અમે પહેલાંથી જ ખ્યાતિ હોસ્પિટલ પર કેસ કરી ચુક્યા છે. હવે આ મામલે અમે દાદાની મોત બાદ ન્યાયની માંગ કરી રહ્યા છીએ.'

આ પણ વાંચોઃ વડોદરામાં રેશનકાર્ડ ઈ-કેવાયસી બાદ હવે આધાર કાર્ડ માટે પણ લાંબી કતારોથી લોકો પરેશાન

શું હતી સમગ્ર ઘટના?

કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલમાં સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. હવે અન્ય એક દર્દીનું મોત નિપજ્યું છે. 


Google NewsGoogle News