Get The App

ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી ચાર દિવસના રિમાન્ડ પર

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી ચાર દિવસના રિમાન્ડ પર 1 - image


Khyati Hospital Case : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે ડૉ. પ્રશાંતના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

ડૉ. પ્રશાંત વજીરાણીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે ડૉ. પ્રશાંતની ધરપકડ કરી હતી. અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. જ્યારે હવે આજે ગુરુવારે પોલીસે સમગ્ર ઘટના મામલે આરોપીની વધુ પુછપરછ કરવા માટે ફરીથી કોર્ટમાં રૂજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીના 25 નવેમ્બર, ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. 

આ પણ વાંચો : PMJAY યોજનાની નવી SOP બનાવાશે, કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ આપી સૂચના

શું હતી સમગ્ર ઘટના?

કડીમાં બોરીસણા ગામે ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. જેમાં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જીયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીના મોત નિપજ્યા હતા.


Google NewsGoogle News