Get The App

પાલિતાણાની પરિક્રમા કરી પરત ફરતા ખંભાતના પરિવારને અકસ્માત નડ્યોઃ પાંચના મોત

Updated: Nov 20th, 2021


Google News
Google News
પાલિતાણાની પરિક્રમા કરી પરત ફરતા ખંભાતના પરિવારને અકસ્માત નડ્યોઃ પાંચના મોત 1 - image


નવી દિલ્હી, તા. 20 નવેમ્બર, 2021, શનિવાર

અમદાવાદ ખંભાતના પરિવારને ધોળકા નજીક અકસ્માત નડ્યો હતો જેમાં પરિવારના પાંચ સભ્યોના કરૂણ મોત નિપજ્યાં હતા. આ અકસ્માતમાં પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઇકો કાર અને ટેન્કર વચ્ચે થયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું રીતસરનું પડીકું વળી ગયું હતું.

ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો.  અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં હતાં જ્યારે ત્રણ લોકો રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

પાલિતાણાની પરિક્રમા કરી પરત ફરતા ખંભાતના પરિવારને અકસ્માત નડ્યોઃ પાંચના મોત 2 - image

Tags :
DholkaAhmedabadKhambhatAccident

Google News
Google News