કરણી સેનાએ ગેંગના વધુ સભ્યોની હત્યા માટે ઇનામની જાહેરાત કરી
અગાઉ લોરેન્સ બિશ્નોઇની હત્યા માટે એક કરોડ અગીયાર લાખના ઇનામ જાહેર કરી હતી
કરણી સેનાના રાજ શેખાવતે એક કરોડથી માંડીને ૨૧ લાખના ઇનામની જાહેરાત કરતા વાતાવરણ ગરમાયું
અમદાવાદ,રવિવાર
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની હત્યા કરનારને ઇનામ આપવાની જાહેરાત બાદ કરણી સેનાએ બિશ્નોઇ ગેંગના અન્ય આંતકીઓ માટે પણ ઇનામની જાહેરાત કરી છે. જેમાં અનમોલ બિશ્નોઇ, ગોલ્ડી બરાર, રાહિત ગોદારા, સંપત નેહરા અને વિરેન્દ્ર ચારણની હત્યા કરનાર માટે પણ મોટી રકમના ઇનામની જાહેરાત કરી છે. કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો બદલો લેવા માટે કરણી સેનાના રાજ શેખાવતે આ જાહેરાત કરી છે. કરણી સેનાના પૂર્વ અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો બદલો લોરેન્સ બિશ્નોઇ વિરૂદ્ધ કરણીસેનાના રાજ શેખાવતે અગાઉ એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં લોરેન્સ બિશ્નોઇની હત્યા કરનારને એક કરોડ અગીયાર લાખના ઇનામની જાહેરાત કરી હતી.
ત્યારબાદ રવિવારે ફરીથી વધુ એક ચોંકાવનારી જાહેરાત કરી છે. જેમાં અનમોલ બિશ્નોઇની હત્યા માટે એક કરોડનું ઇનામ, ગોલ્ડી બરારની હત્યા માટે ૫૧ લાખ રૂપિયા, રોહિત ગોદરા માટે ૫૧ લાખ રૂપિયા, સંપત નેહરાની હત્યા માટે ૨૧ લાખ અને વિરેન્દ્ર ચારણની હત્યા માટે ૨૧ લાખની રકમની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે સુખદેવસિંહની પ્રથમ પૂણ્ય તિથી ૫મી ડિસેમ્બરે આવનાર છે. ત્યારે અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.