ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાગરીતોએ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને આપી જાનથી મારી નાખવાની ધમકી

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાગરીતોએ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને આપી જાનથી મારી નાખવાની ધમકી 1 - image

image: Socialmedia

- પાંચમી માર્ચ સુધીમાં જાનથી મારી નાખવાની ધમકી મળી 

નરોડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી

અમદાવાદ,તા.23 ફેબ્રૂઆરી,શુક્રવાર

ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને અજાણ્યા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નરોડા પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં તેમને આગામી પાંચમી જાન્યુઆરી સુધીમાં જાનથી મારી નાખવાનો કોલ અજાણ્યા લોકોએ કર્યો હતો. આ અંગે નરોડા પોલીસે તપાસ શરુ કરી છે. મળતી માહિતી અનુસાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાગરિતો દ્વારા ધમકી આપવામાં આવી છે તેવી ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને ગત 18મી જાન્યુઆરીના રોજ કોઇ અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોઇ ઓફિસમાં કોલ કરીને પાંચમી જાન્યુઆરી સુધીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  કરણી સેનાની વિઠ્ઠલપ્લાઝા હરિદર્શન પાસે આવેલી ઓફિસના નંબર પર સતત ધમકી મળી હતી. જે અંગે નરોડા પોલીસ મથકે તેમણે  ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.


Google NewsGoogle News