Get The App

VIDEO : લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટરને લઈને કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે કરી વધુ એક જાહેરાત, જુઓ શું કહ્યું

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
Gangster Lawrence Bishnoi vs Karni Sena Raj Shekhawat


Gangster Lawrence Bishnoi vs Karni Sena Raj Shekhawat: જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર કરવા પર ઈનામની જાહેરાત કર્યા બાદથી ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત વધુ ચર્ચામાં આવ્યા છે. રાજ શેખાવતે 1,11,11,111 રૂપિયા લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવા પર પોલીસ કર્મચારીને ઈનામ આપવાની વાત કરી હતી. ત્યારબાદ હવે રાજ શેખાવતે વધુ એક જાહેરાત કરી છે.

રાજ શેખાવતે વધુ એક જાહેરાત કરી

રાજ શેખાવતે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, 'મેં જે પુરસ્કારની રકમની જાહેરાત કરી છે, તે પુરસ્કારની રકમ એન્કાઉન્ટર પર પોલીસ કર્મચારીઓને અપાશે. સાથો સાથ સાબરમતી જેલમાં બંધ કેદી યોદ્ધા દ્વારા જો આતંકવાદી લોરેન્સ બિશ્નોનું એન્કાઉન્ટર કરવામાં આવશે, તો તેને પણ એક કરોડ રૂપિયાનું ઈનામ ક્ષત્રિય કરણી સેના દ્વારા આપવામાં આવશે.'

આ પણ વાંચો : 'જો સલમાન ખાન માફી નહીં માગે તો...', ખેડૂત નેતા રાકેશ ટિકૈતે 'ભાઇજાન'ને આપી ચેતવણી

કરણી સેનાએ પોલીસ કર્મચારીઓ માટે પણ કરી હતી ઈનામની જાહેરાત

આ અગાઉ રાજ શેખવાતે જાહેરાત કરી હતી કે, 'મને ફક્ત એટલી ખબર છે કે, આપણી ધરોહર પરમ આદરણીય અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા લોરેન્સ બિશ્નોઈએ કરી હતી. જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એનકાઉન્ટર કરશે તેને કરણી સેના તરફથી ઈનામ પેટે 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા આપવામાં આવશે. તેમજ તે બહાદુર પોલીસના પરિવારની સુરક્ષા અને સંપૂર્ણ વ્યવસ્થાઓનું દાયિત્વ પણ અમારૂ રહેશે.'

આ પણ વાંચો : સાબરમતી જેલમાંથી જ ચૂંટણી લડશે લોરેન્સ બિશ્નોઈ? આ પક્ષે ચૂંટણી પંચ પાસે માંગ્યું ઉમેદવારી પત્ર

જણાવી દઈએ કે, ગત વર્ષે 5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ શેખાવતને પણ ગેંગના અમુક સાગરિતો તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

બાબા સિદ્દિકીની કરી હત્યા

લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યો છે. થોડા દિવસ અગાઉ એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ હતી, તેની પણ જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. ગેંગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, સલમાન ખાનના સમર્થનમાં ઉભેલા તમામ લોકોએ આ અંજામ ભોગવવો પડશે.

કેમ સલમાન ખાન પાછળ પડ્યો બિશ્નોઈ?

1998માં હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. આ મામલો કોર્ટમાં વર્ષો સુધી ચાલ્યો અને અંતે ખાનને નિર્દોષ જાહેર કરાયો હતો. પરંતુ બિશ્નોઈ સમાજ પશુઓની ભગવાનની જેમ પૂજા કરે છે. જેથી સલમાન ખાનને પોતાની ભૂલ માટે માફી માગવા કહ્યું છે, અને જો માફી નહીં માગે તો ખરાબ પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News