કાગનો વાઘ- ગોંડલ APMCમાં આવેલું લસણ ચાઈનીઝ નથી, પરીક્ષણમાં થયો ખુલાસો
Chinese Garlic : ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 5 સપ્ટેમ્બરે ચાઇનીઝ લસણ હોવાના સમાચાર સામે આવ્યા હતાં. આ સમાચાર મળતાંની જ સાથે જ દેશભરમાં ચાઈનીઝ લસણનો વિરોધ થયો હતો. જોકે, હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચાઈનીઝ લસણને લઈને મોટો ખુલાસો થયો છે. લોકોએ જેને ચાઈનીઝ લસણ સમજીને હોબાળો કર્યો હતો, ખરેખરમાં તે ચાઈનીઝ લસણ હતું જ નહીં.
રિસર્ચ સેન્ટરમાં થયો ખુલાસો
જે લસણને ચાઇનીઝ લસણ સમજવામાં આવ્યું હતું, તેની કંડલા રિસર્ચ સેન્ટરમાં તપાસ કરવામાં આવી હતી. પરીક્ષણ દરમિયાન ખુલાસો થયો છે કે, આ ચાઈનીઝ લસણ ન હતું. જોકે, હવે આ લસણને ફરીથી પરીક્ષણ માટે પુના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટરમાં મોકલાશે. પુનાથી રિપોર્ટ આવ્યા બાદ જ લસણની સાચી માહીતી સામે આવશે કે, આ લસણ ચાઈનીઝ હતું કે ભારતીય.
શું હતી સમગ્ર ઘટના?
થોડા દિવસો પહેલાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણના નામે જે હોબાળો થતાં જ ગોંડલ પોલીસે કંડલા રિસર્ચ સેન્ટરે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યું કે, આ લસણમાં કોઈ ફંગસ કે વાયરસ ન હતાં.
આ પણ વાંચોઃ મંદિર બનાવવાના નામે 1.76 કરોડની છેતરપિંડી, વડતાલ સ્વામિનારાયણ સાધુઓ સામે વધુ એક ગુનો
વેપારીઓએ કર્યો વિરોધ
ગત 5 સપ્ટેમ્બરે ગોંડલમાંથી ચાઈનીઝ લસણની માહિતી મળતાં જ વેપારીઓએ વિરોધ કર્યો હતો. આ વિરોધ દેશ વ્યાપી બન્યો હતો અને લસણના વેપારીઓએ એક દિવસ હરાજી બંધ રાખી હતી. જોકે, રિસર્ચ સેન્ટરના ખુલાસા બાદ આ મામલો શાંત થઈ ગયો છે.