કણભામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ કરોડોની જમીનની લાલચમાં સાસુએ પુત્રવધુની હત્યા કરી

કરોડોની જમીનની લાલચમાં સાસુએ પુત્રવધુને મારીને ટાંકીમાં નાંખી અને બાદમાં મોટર ચાલુ કરી હતી

પોલીસે પીએમ રિપોર્ટ અને એફએસએલના રિપોર્ટ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
કણભામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ કરોડોની જમીનની લાલચમાં સાસુએ પુત્રવધુની હત્યા કરી 1 - image



અમદાવાદઃ (Ahmedabad)જિલ્લાના કણભામાં રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે.(kanbha) સાત કરોડની સાત વિઘા જમીનની લાલચમાં સાસુએ જ પુત્રવધુની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. (Murder case)સમગ્ર મામલામાં અમદાવાદ (Crime news)જિલ્લા પોલીસ ટીમને દિવસ રાત મહેનત કરીને આ મર્ડર મિસ્ટ્રી ઉકેલ કરી નાખી છે. (police)પોલીસે આરોપી સાસુની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

દીકરાએ પહેલી પત્નીને છુટા છેડા આપ્યા વિના બીજા લગ્ન કર્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે વટવામાં રહેતા નટુભાઈ પરમારે કણભા પોલીસ સ્ટેશનમાં દીકરી મિત્તલના સાસુ વીણા ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મિત્તલને છુટાછેડા થયા બાદ અમદાવાદના કણભા ગામના કિશન ડાભી સાથે પ્રેમ થયો હતો અને છ મહિનામાં જ બંનેએ લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ 29 ઓક્ટોબરના રોજ મિત્તલનું વીજ કરંટ લાગવાથી મોત થઈ ગયું હોવાનું તેના સાસુએ જણાવ્યું હતું. પરંતુ આ કરંટ લાગવાથી થયેલ મોત નહીં પણ સાસુએ જ કરેલી હત્યા હતી.કિશન ડાભીના પહેલા લગ્ન ભાવના નામની મહિલા સાથે જ્ઞાતિના રિતિરિવાજ મુજબ થયા હતા, પરંતું બે વર્ષના લગ્નના સમય ગાળામાં જ કિશન ડાભી અને ભાવના ડાભી અલગ થઈ ગયા હતા, પણ બંનેએ છૂટાછેડા આપ્યા નહોતા.ત્યાર બાદ કિશન ડાભીએ છ માસ મિત્તલ સાથે બીજા પ્રેમ લગ્ન કરી લીધા હતા. 

સાસુએ જમીનની લાલચમાં પુત્રવધુની હત્યા કરી

કિશનની માતા વીણા ડાભીને આ પ્રેમ લગ્ન પસંદ નહોતા અને પહેલી પુત્રવધુ ભાવનાના પિયરમાંથી દીકરા કિશન ડાભીને સાત વિઘા જમીન મળવાની હતી. જેની કિંમત સાત કરોડ રૂપિયા આંકવામાં આવે છે. જેથી વીણા ડાભીને જમીનની લાલચ જાગી હતી.કિશનની બીજી પત્ની મિત્તલ કરિયાવર પેટે કંઈ પણ લાવી ન હતી. આ વાત મનમાં રાખીને સાસુ વીણા ડાભીએ મિત્તલની હત્યા કરી નાંખી હતી. વીણા ડાભી પહેલી પુત્રવધુ ભાવનાને પરત લાવવા માંગતા હતા અને એટલે તેમને નવી પુત્રવધુ મિત્તલ સાથે બનતું નહોતું. જેથી કાવતરું ઘડીને મિત્તલને મોતને ઘાટ ઉતારી અને બાદમાં તેને કરંટ લાગ્યો છે તેવા પુરાવા ઊભા કર્યા હતા. પોલીસને પહેલા દિવસથી શંકા હતી અને એ પ્રકારે તપાસ કરી રહી હતી. આરોપી સાસુની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણે પુત્રવધૂની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.કણભા પોલીસે ગણતરીના દિવસોમાં મિત્તલની હત્યાનું રહસ્ય ઉકેલીને સાસુ વીણા ડાભીની ધરપકડ કરી છે. 



Google NewsGoogle News