Get The App

જસ્ટિસ આશીષ દેસાઈની ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક

તેઓ 26 ફેબ્રુઆરીથી પદભાર સંભાળશે

25 ફેબ્રુઆરીએ જસ્ટિસ સોનિયા ગોકાણી નિવૃત્ત થશે

Updated: Feb 24th, 2023


Google NewsGoogle News
જસ્ટિસ આશીષ દેસાઈની ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક 1 - image


આજે ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે આશીષ જીતેન્દ્ર દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી નિવૃત્ત થાય તેના એક દિવસ પહેલા આ જાહેરાત કરવામાં આવી હતી. 

કાયદામંત્રી કિરણ રિજિજુએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ આશીષ  દેસાઈની ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે 26 ફેબ્રુઆરીથી પદભાર સંભાળશે. 25 ફેબ્રુઆરીએ સોનિયા ગોકાણી નિવૃત્ત થશે. તેઓ 62 વર્ષના થઇ ગયા છે. 12 ફેબ્રુઆરીએ જ તેમને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા હતા. ભારતમાં કુલ 25 હાઈકોર્ટ આવેલી છે જેમાંથી હાલમાં તેઓ એકમાત્ર મહિલા ચીફ જસ્ટિસ છે.  જ્યારે અન્ય એક મહિલા જજ સબીના હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં કાર્યવાહક ચીફ જસ્ટિસ તરીકે ફરજ પર છે. 


Google NewsGoogle News