ભાજપમાં વધતો વિવાદ: હવે આ નેતાએ જવાહર ચાવડા સામે લગાવ્યો આરોપ, કહ્યું- 'સસ્તી પ્રસિદ્ધિ માટે...'
Jawahar Chavda Allegations : એક તરફ ભાજપમાં સદસ્યતાને લઈને વિવાદ વિકર્યો છે, ત્યારે જવાહર ચાવડાએ પત્ર લખીને જૂનાગઢ ભાજપના સંગઠન પર આક્ષેપ કર્યા હતા કે, 'તમામ નેતાઓ ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરે છે.' જેમાં 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2019માં તત્કાલિન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલા પત્રને લઈને સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરવામાં આવી છે. તેવામાં દિનેશ કટારિયાએ કહ્યું કે, 'જવાહર ચાવડાએ સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કર્યું હતું.'
સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કર્યું
ભાજપના નેતા દિનેશ કટારિયાએ જવાહર ચાવડાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કટારિયાએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે, 'જવાહર ચાવડાએ મનસુખ માંડવિયા અને અરવિંદ લાડાણીને હરાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. જો કે, જનતાના પ્રેમથી બંને ચૂંટણી જીતી ગયા છે. જવાહર ચાવડાએ સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કર્યું હતું. '
આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યનો દગો, કોંગ્રેસના નેતા પાસેથી ઓટીપી લઈ ભાજપના સભ્ય બનાવી દીધા
જવાહર ચાવડાએ શું કહ્યું?
વર્ષ 2017માં જવાહર ચાવડાએ ભાજપના ઉમેદવાર નિતિન ફળદુને હરાવવા કિરિટ પટેલ અને ખાટરીયાએ કામ કર્યુ હોવાના આક્ષેપ કર્યો હતો. જેને લઈને ફળદુએ ભાજપ સંગઠનને ફરિયાદ પણ કરી હતી. આ ઉપરાંત, જૂનાગઢ ભાજપના પ્રમુખ કિરિટ પટેલ પર પણ જવાહર ચાવડાએ આરોપ લગાવ્યો હતો. જ્યારે જૂનાગઢ બાજપના આગેવાન નિલેશ ધુલેશિયા, વંથલી તાલુકાના ભાજપના આગેવાન ટીનુભાઈ ફળદુ સહિતના નેતાઓએ પર જવાહર ચાવડાએ આરોપ લગાવ્યાં હતા કે , 'મને પરાજય કરવા માટે પ્રયત્ન કરવામાં આવતા હતા.'