પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં જૂનાગઢના યુવકે જીવન ટૂંકાવ્યું, 8 વર્ષથી કરતો હતો તૈયારી
Gujarat News: ગુજરાતમાં હાલ પોલીસ વિભાગની લોકરક્ષક અને PSI ની ભરતી પ્રક્રિયા શરૂ છે. આ દરમિયાન ગુજરાતના જૂનાગઢના માણાવદર તાલુકાના દગડ ગામના 29 વર્ષીય પરેશ કાનગડે શારીરિક કસોટીમાં નાપાસ થવાના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. યુવકના આપઘાતથી પરિવાર તેમજ ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.
શું છે સમગ્ર ઘટના?
જૂનાગઢના માણાવદર તાલુકાના દગડ ગામનો રહેવાસી પરેશ કાનગડ 9 જાન્યુઆરીએ ભરતીની શારીરિક કસોટી આપવા જામનગર પહોંચ્યો હતો. ત્યાં સમયસર દોડ પૂરી ન કરી શકતા તે નાપાસ થયો હતો. છેલ્લાં 8 વર્ષથી પોલીસની પરીક્ષા આપી રહ્યો હતો અને બાદમાં નાપાસ થવાના કારણે તે નાસીપાસ થયો હતો. બાદમાં બાંટવા નજીક જંગલમાં જઈ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું.
આ પણ વાંચોઃ મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો: ભુજમાં 17 વર્ષીય યુવક ગેમ હારી જતાં કર્યો આપઘાત
મૃતક પરિવારજનોએ જણાવ્યું કે, ઘણાં કલાકો સુધી પરેશ ઘરે પરત નહતો ફર્યો. બાદમાં અમે તેને ફોન કર્યો પરંતુ ફોન પણ બંધ આવતા અમને ચિંતા થવા લાગી. બાદમાં પરેશના મિત્રો સાથે અમે તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં આ મામલે પોલીસને જાણ કરી અને પોલીસ તપાસમાં તેના આપઘાતના સમાચાર સામે આવ્યા.
આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ એક્શન! વડોદરામાં કાચ પાઉડરથી દોરી રંગનારા 7 સામે ગુનો દાખલ
પોલીસે હાથ ધરી તપાસ
હાલ, પોલીસે યુવકના મૃતદેહને માણાવદર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. પોલીસે સમગ્ર મામલે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.