વકફ બિલ સંશોધન મુદ્દે JPCની બેઠકમાં ઓવૈસી-સંઘવી વચ્ચે માથાકૂટઃ જાણો વિવાદનું કારણ
JPC committee on Waqf Bill : અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠક બોલાવવામાં આવી હતી. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં AIMIM ના નેતા ઓવૈસી અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે વિવાદ થયો હતો. બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ આજે ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ જે બાબતે ઓવૈસી અને સંઘવી વચ્ચે આ શાબ્દિક પ્રહાર થયાં તેનું કારણ શું હતું? ચાલો જાણીએ શું છે આ SMC ઓફિસનો વિવાદ.
વક્ફ બોર્ડે SMCનું બિલ્ડિંગ વક્ફ કર્યું હતું
જે બિલ્ડીંગને લઈને કમિટીમાં વિવાદ થયો તે બિલ્ડીંગના 72 વર્ષીય અબ્દુલ્લાહ જરુલ્લાહ નામના વ્યક્તિ દ્વારા ગુજરાત બોર્ડને વક્ફ જાહેર કરવાની અરજી કરી હતી. હકીકતમાં સુરતના મુઘલ સરાઈ બિલ્ડિંગ છે, જેની અંદર સુરત મહાનગરપાલિકાની ઓફિસ આવેલી છે. જેને વક્ફની મિલકત ગણી અરજી કરવામાં આવી હતી. લગભગ 5 વર્ષના સમયગાળામાં વક્ફ બોર્ડે અરજદાર અને SMC ની દલિલો સાંભળી આ બિલ્ડીંગને વક્ફ કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વક્ફ બિલ સંશોધન મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ, સંઘવી-ઓવૈસી વચ્ચે ઝરી ચકમક
SMC એ પડકાર્યો વક્ફનો ચુકાદો
જોકે, વક્ફ બોર્ડનો આ નિર્ણય આવતા જ SMC એ વક્ફ બોર્ડના નિર્ણયને ગુજરાત વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યો હતો, જેને ટ્રિબ્યુનલે મંજૂર કર્યો હતો. ત્યારબાદ ટ્રિબ્યુનલે SMC ના પક્ષમાં નિર્ણય આપતાં વક્ફ બોર્ડના નિર્ણયને 3 એપ્રિલ 2024 ના દિવસે રદબાતલ કર્યો હતો આમ, આ બિલ્ડિંગ SMC ના હકમાં આવી હતી.
આ રીતે થઈ વિવાદની શરૂઆત
જોકે, આ અંગે અરજદાર અબ્દુલ્લાહ જરુલ્લાહનું માનવું છે કે,જ્યાં SMCની કચેરી આવેલી છે. આ બિલ્ડિંગ શાહજહાંનાં પુત્રી જહાઆરાની જ્યારે સુરત ખાતે જાગીર હતી ત્યારે તેના વિશ્વાસુ ઇસાકબેગ આઝદી ઉર્ફે હકીકત ખાને વર્ષ 1644માં બનાવીને વક્ફ કરી હતી, જેનું ક્ષેત્રફળ 5663 ચોરસમીટર છે, પરંતુ છેલ્લાં 150 વર્ષથી અહીં મ્યુનિસિપાલિટીની કચેરી તરીકે ઓળખાય છે. અરજદારની ગુજરાત વક્ફ બોર્ડની આ અરજીથી સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.