Get The App

જીગ્નેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ: મહેસાણા કોર્ટનો આદેશ

Updated: Jun 3rd, 2022


Google NewsGoogle News
જીગ્નેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ: મહેસાણા કોર્ટનો આદેશ 1 - image


-કોર્ટની પરવાનગી વગર નહીં જઈ શકે ગુજરાત બહાર- મહેસાણા સેશન્સ કોર્ટએ આપ્યો ચુકાદો

અમદાવાદ, તા. 3 જૂન 2022, શુક્રવાર

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વર્ષ ૨૦૧૭ના જુલાઈ માસમાં વગર પરવાનગીએ રેલી કાઢી હતી, જેને લઇને જીગ્નેશ મેવાણી સહિત કુલ ૧૦ આરોપીઓને કેસમાં મહેસાણા નામદાર મેજીસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠરાવી ૩ માસની સજાનો હુકમ કર્યો હતો. 

આ હુકમ પડકારતી મહેસાણા સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ અરજી ફાઇલ કરવામાં આવી હતી; જેમાં આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કનવીનર સુબોધ પરમાર સહિતના દોષિતોને આ મુજબની શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે.

આ મુજબની શરતોને આધીન જામીન આપવામાં આવ્યા

-વગર પરવાનગીએ ગુજરાત નહીં છોડવાની

-પાસપોર્ટ જમા કરાવવાની અને જામીન સ્વરૂપે મળેલ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ ન થવાની

-કોઈ મિલકત હોય તો એના પુરાવા રજૂ કરવા  

ઉલ્લેખનીય છે કે, ઉનાકાંડાના એક વર્ષ નિમિત્તે આઝાદી કૂચનું આયોજન મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી દલીત સમાજના ઇસમની જમીનમાં ૫૦ વર્ષ સુધી અસામાજિક તત્વોએ ગેરકાયદે દબાણો કર્યા હતા.

કૂચના અંતે જીગ્નેશ મેવાણી અને દલિત સમાજને સફળતા મળી હતી. આ સાથે જે ગરીબ માણસની જમીનના ગુંડાઓ ઘૂસી ગયેલા તેમને દૂર કરી મૂળ માલિકને કબઝો અપાવવામાં આવ્યો હતો. પરંતુ, આ રેલીની મંજૂરી નહોતી એવા કારણોસર જીગ્નેશ મેવાણી અને અન્ય સામે FIR કરવામાં આવી હતી, જેમાં તાજેતરમાં મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી. 

કદાચ સ્વતંત્ર ભારતમાં રેલીની મંજૂરી નહોતી એવા કારણોસર સજા ફટકારવામાં આવી હોય એવા પહેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હશે.



Google NewsGoogle News