Get The App

કોલ્ડપ્લેના કોન્સર્ટમાં બુમરાહે આપી સરપ્રાઇઝ, ક્રિસ માર્ટિને કહ્યું- 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!'

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં બુમરાહે આપી સરપ્રાઇઝ, ક્રિસ માર્ટિને કહ્યું- 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!' 1 - image


Coldplay in Ahmedabad: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રવિવારે (26 જાન્યુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના બીજા શૉમાં હાજરી આપી હતી. પીઠની ઇજાને કારણે હાલમાં ભારતીય ટીમની બહાર રહેલા બુમરાહ કોન્સર્ટમાં ખૂબ જ મસ્તી કરતો જોવો મળ્યો હતો. કોલ્ડપ્લેમાં બુમરાહે સરપ્રાઇઝ આપી હતી. તે કોલ્ડપ્લેના કોન્સર્ટમાં અચાનક આવી પહોંચ્યો હતો. આ દરમિયાન કોલ્ડપ્લેના કોન્સર્ટમાં હાજર બુમરાહ માટે ક્રિસ માર્ટિને ખાસ પંક્તિ ગાઈ હતી.

'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!'

બ્રિટિશ બેન્ડે ભારતીય ફાસ્ટ બોલરને સમર્પિત બે પંક્તિઓ ગાઈ હતી. ક્રિસ માર્ટિને કહ્યું કે, 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર! બેસ્ટ બોલર ઈન ક્રિકેટ વર્લ્ડ'. બેન્ડે મજાકમાં કહ્યું કે, 'તમે જ્યારે એક બાદ એક ઈંગ્લેન્ડની વિકેટ લો છો ત્યારે ગમતું નથી.'

કોલ્ડપ્લેએ અમદાવાદમાં તેના હોમ ગ્રાઉન્ડ પર બુમરાહના સન્માનમાં સ્ટેજ પર તેની સહી કરેલી ટેસ્ટ જર્સી પણ બતાવી હતી. ભારતમાં કોલ્ડપ્લેએ તેમના કોન્સર્ટમાં બુમરાહનો ઉલ્લેખ કર્યો હોય તેવું આ પહેલી વાર નહોતું. અગાઉ, મુંબઈ શો દરમિયાન, બેન્ડે 2024ની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડની બેટિંગ લાઇન-અપમાં બુમરાહનો દોડતો વીડિયો વગાડ્યો હતો.

આ જ શૉમાં ક્રિસ માર્ટિને મજાકમાં કહ્યું હતું કે, 'કોન્સર્ટ દરમિયાન બુમરાહના વકીલો દ્વારા બેન્ડને તેના નામનો ઉપયોગ કરવા બદલ કાનૂની નોટિસ મળી હતી.' માર્ટિને કાલ્પનિક પત્ર મોટેથી વાંચ્યો હતો.

માર્ટિને કહ્યું હતું કે, 'મને ખૂબ જ દુઃખ છે, પણ મારે જસપ્રીત બુમરાહના વકીલનો પત્ર વાંચવો પડશે. મારે આ કરવું પડશે કારણ કે, નહીતર અમને જેલમાં મોકલી શકાય છે અને અમે અમદાવાદમાં પરફોર્મ કરી શકીશું નહીં.'

જણાવી દઈએ કે, રવિવારનો શૉ હોટસ્ટાર પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. ટીવી પર બુમરાહને લાઇવ જોયા પછી ભારતીય ક્રિકેટ ચાહકો સ્તબ્ધ થઈ ગયા.



Google NewsGoogle News