Get The App

જામનગરમાં સામૂહિક દુષ્કર્મની ઘટના : ઘરકામ માટે ઘરે બોલાવીને ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ત્રણેયની ધરપકડ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સામૂહિક દુષ્કર્મની ઘટના : ઘરકામ માટે ઘરે બોલાવીને ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ત્રણેયની ધરપકડ 1 - image


Jamnagar Gang Rape Case : જામનગરમાં ત્રણ નરાધમો દ્વારા ઘરકામ કરતી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. નરાધમોએ યુવતીને ઘરે બોલાવ્યા બાદ તેના નગ્ન ફોટા પાડ્યા હોવાની અને પછી તેને બ્લેકમેલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોંપડે નોંધાઈ છે. હાલ પોલીસે ત્રણેય નરાધમોની અટકાયત કરી છે. આ ઘટનામાં એવી વિગતો પણ સામે આવી છે કે, ત્રણેય હવસખોરોએ યુવતીને ફ્લેટમાં તથા ફાર્મ હાઉસમાં બોલાવી અનેક વખત સામૂહિક દુષ્કર્મ આચર્યું છે.

યુવતીના નગ્ન ફોટા પાડીને આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

મળતી માહિતી પ્રમાણે, જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતો હુસેન ગુલમામદ શેખ નામના શખસે તેના મકાનમાં ઘરકામ માટે યુવતીને બોલાવી હતી. જ્યારે યુવતી બાથરૂમમાં નહાઈ રહી હતી, ત્યારે હુસેને છાની રીતે યુવતી નગ્ન ફોટા પાડી લીધા હતા. આ પછી હુસેને યુવતીને ફોટાના આધારે બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજરાતો હતો. આ ઉપરાંત, હુસેનના અન્ય બે સાગરીતો આમિરખાન જાફરખાન તેમજ ફૈઝલ લતીફ દરવાનએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો : રાજ્યમાં ડૂબી જવાની ઘટનામાં ત્રણના મોત, સુરતમાં બે યુવાનો, અમરેલીમાં એક કિશોર ડૂબ્યો

સમગ્ર ઘટનાને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સિટી ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા તેમજ સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન. એ. ચાવડા દ્વારા આરોપીઓ હુસેન ગુલમામદ શેખ તેમજ તેના અન્ય બે સાગરીતો હમીરખાન અને ફૈઝલ દરવાનની અટકાયત કરી લીધી. પોલીસે ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરતા, આરોપીએ થાવરીયા ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં અનેક વખત યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાયું. જ્યારે પીડિતાને તબીબી ચકાસણી માટે જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવી.

આ પણ વાંચો : ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંત પરિવારના યુવકનું અપહરણ, રૂ.10 લાખની ખંડણી વસુલી

અગાઉ એક આરોપી વિરુદ્ધમાં હથિયાર-નશીલા પદાર્થનો ગુનો નોંધાયેલો  

સામૂહિક દુષ્કર્મ કેસમાં ઝડપાયેલો આરોપી હુસેન શેખ અગાઉ હથિયાર તેમજ નશીલા પદાર્થના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. જેમાં સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે અલગ અલગ બે ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ ત્રણેય આરોપીઓને સિટી એ.ડીવિઝન પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે.



Google NewsGoogle News