Get The App

જામનગરમાં દીકરીના લગ્નનો કરિયાવર બળીને થયો ખાખ, ગરીબના ઘરે બળતામાં ઘી હોમાયું

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
જામનગરમાં દીકરીના લગ્નનો કરિયાવર બળીને થયો ખાખ, ગરીબના ઘરે બળતામાં ઘી હોમાયું 1 - image


Jamnagar Fire News: જામનગરના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં લગ્ન પહેલાં જ દીકરીના કરિયાવરમાં આગ લાગી ગઈ હતી. પાનની દુકાન ચલાવતા વેપારીના રહેણાંક મકાનમાં આગ લાગતા દીકરીના લગ્ન માટે ખરીદેલો 4 લાખનો કરિયાવર સળગી ગયો હતો. આગ વધતાં પરિવારજનોએ ફાયર બ્રિગેડની ટીમને બોલાવાવમાં આવી હતી. જોકે, ફાયર વિભાગની ટીમે આગ ફેલાય તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં એક જ વર્ષમાં દુષ્કર્મની 169 ઘટનાઃ ડ્રગ્સ, પેપર લીક, ખ્યાતિકાંડ મુદ્દે પણ વિપક્ષના સરકાર પર આકરા પ્રહાર

શું હતી સમગ્ર ઘટના? 

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં પાનના વેપારીના ઘરે દીકરીના લગ્નનો પ્રસંગ હતો. જોકે, લગ્ન પહેલાં જ આ પરિવારે મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં દીકરીને આપવા માટે ભેગો કરેલો 4 લાખનો કરિયાવર ઘરના એક રૂમમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે અચાનક દીવાની ઝાળથી આગ લાગી અને આ આગ એટલી વિકરાળ બની કે, લગભગ દીકરીના કરિયાવરનો તમામ સામાન બળી ગયો.

જામનગરમાં દીકરીના લગ્નનો કરિયાવર બળીને થયો ખાખ, ગરીબના ઘરે બળતામાં ઘી હોમાયું 2 - image

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી ભાવિ શિક્ષકોનું આંદોલન, વિદ્યાસહાયકોના ઉમેદવારોએ ઘેર્યું ગાંધીનગર

આગની જાણ થતાં જ આસપાસના લોકોને જાણ થતાં જે તેઓએ પાણીથી આગ ઓલલવાનો પ્રયાસ કર્યો. જોકે, આગ કાબૂમાં ન આવતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો. ફાયર વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, રાહતની વાત એ હતી કે, લગ્નનું ઘર હોવાથી આગ અન્ય કોઈ જોખમી વસ્તુના સંપર્કમાં ન આવી અને કોઈ જાનહાનિની સ્થિતિ સર્જાઈ નથી. 


Google NewsGoogle News