Get The App

જબ કુત્તે પે સસ્સા આયા એ હવે જુની વાત , અમદાવાદમા પાંચ વર્ષમાં બિલાડી કરડવાના ૩૬૬૬ બનાવ નોંધાયા

પાંચ વર્ષમા કૂતરા કરડવાના ૨.૪૭ લાખ કેસ ,આ વર્ષે ઓકટોબર સુધીમા બિલાડી કરડવાના ૭૫૧,વાંદરા કરડવાના ૨૦૫ બનાવ

Updated: Dec 2nd, 2022


Google News
Google News
જબ કુત્તે પે સસ્સા આયા એ હવે જુની વાત , અમદાવાદમા પાંચ વર્ષમાં બિલાડી કરડવાના ૩૬૬૬ બનાવ નોંધાયા 1 - image


અમદાવાદ,શુક્રવાર,2 ડીસેમ્બર,2022

અમદાવાદ શહેરની સ્થાપના પાછળ જબ કૂત્તે પે સસ્સા આયા જેવી ઉકિત પ્રચલિત છે.પરંતુ સમય બદલવાની સાથે હવે આ ઉકિત જુની થઈ ગઈ છે.ગત પાંચ વર્ષમા શહેરમા કૂતરા કરડવાના ૨.૪૭ લાખથી વધુ કેસ નોંધાયા છે.આ પછીના ક્રમે બિલાડી કરડવાના ૩૬૬૬ બનાવ નોંધાયા છે.વર્ષ-૨૦૨૨ના ઓકટોબર સુધીના સમયમા બિલાડી કરડવાના ૭૫૧ તથા વાંદરા કરડવાના ૨૦૫ કેસ નોંધાવા પામ્યા છે.નોંધપાત્ર બાબત એ છે કે,વાંદરા કરડવાના કેસ કરતા વધુ કેસ બિલાડી કરડવાના પાંચ વર્ષમા આ શહેરમા નોંધાયા છે.

અમદાવાદ શહેરનો વિસ્તાર વધવાની સાથે શહેરીકરણનો વ્યાપ પણ વધવા પામ્યો છે. આ પરિસ્થિતિમા કૂતરા કરડવાની ઘટનાઓની સાથે બિલાડી ઉપરાંત વાંદરા અને અન્ય પ્રાણીઓ કરડવાના બનાવમા પણ સતત વધારો થતો જોવા મળી રહયો છે.છેલ્લા પાંચ વર્ષમા શહેરીજનોને વિવિધ પ્રાણીઓ કરડવાના બનાવ ઉપર નજર દોડાવવામા આવે તો વર્ષ-૨૦૧૯ના વર્ષમા એનિમલ બાઈટના સૌથી વધુ ૬૭,૭૫૬ કેસ નોંધાયા હતા.વર્ષ-૨૦૨૦ અને વર્ષ-૨૦૨૧ આ બે વર્ષ કોરોના મહામારીના હતા.આમ છતાં વર્ષ-૨૦૨૦મા વિવિધ પ્રાણી શહેરીજનોને કરડવાના કુલ ૫૨૩૧૮ બનાવ નોંધાવા પામ્યા હતા.જયારે વર્ષ-૨૦૨૧ના વર્ષમા વિવિધ પ્રાણી લોકોને કરડયા હોય એવા કુલ ૫૧૮૧૨ બનાવ નોંધાયા હતા.વર્ષ-૨૦૨૨ના ઓકટોબર મહિના સુધીમા શહેરમા વિવિધ પ્રાણી કરડવાના અત્યાર સુધીમા કુલ ૪૮૩૩૧ બનાવ સત્તાવાર રીતે નોંધાવા પામ્યા છે.

એ.બી.સી.ડોગ રુલ્સ પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રખડતા કૂતરાને પકડી તેનુ ખસીકરણ કરવા માટે પીપલ ફોર એનિમલ ઉપરાંત ગોલ ફાઉન્ડેશન, યશ ડોમેસ્ટીક રીસર્ચ સેન્ટર તથા સંસ્કાર એજયુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાઓને કામગીરી સોંપવામા આવી છે.શહેરમા હાલમા અંદાજે બે લાખથી વધુ કૂતરાની વસ્તી છે.આ પૈકી ચાર વર્ષમા કુલ ૧,૧૭,૫૯૦ કૂતરાના ખસીકરણની કામગીરી કરવા માટે  વર્ષ-૨૦૧૯માં ૩૬૫૬૩ કૂતરાના ખસીકરણ માટે રુપિયા ૩,૨૪,૩૭,૧૦૦ તથા વર્ષ-૨૦૨૦માં ૨૧૫૦૨ કૂતરાના ખસીકરણ માટે રુપિયા ૧,૯૧,૧૦,૨૬૦૦નો ખર્ચ કરવામા આવ્યો હતો.ઉપરાંત વર્ષ-૨૦૨૧માં ૩૦૩૬૦ કૂતરાના ખસીકરણ માટે રુપિયા ૨,૭૭,૩૨,૭૩૦ તથા વર્ષ-૨૦૨૨માં ૨૯૧૬૫ કૂતરાનાખસીકરણ માટે રુપિયા ૨,૭૩,૭૯,૩૮૬ એમ કુલ મળી ચાર વર્ષમા કુલ રુપિયા ૧૦,૬૬,૫૧,૮૧૬ રુપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે.

શહેરમાં પાંચ વર્ષમા વિવિધ પ્રાણી કરડવાના કયા વર્ષમા કેટલા બનાવ

વર્ષ    કૂતરા   બિલાડી વાંદરા  અન્ય

૨૦૧૮ ૬૦૨૪૧        ૭૧૦   ૨૫૬   ૧૬૧

૨૦૧૯ ૬૫૮૮૧        ૧૨૩૭ ૩૭૯   ૨૫૯

૨૦૨૦ ૫૧૨૪૪        ૬૬૩   ૨૨૯   ૧૮૨

૨૦૨૧ ૨૩૩૬૨        ૩૦૫   ૦૮૧   ૦૭૭

૨૦૨૨ ૪૭૧૬૯        ૭૫૧   ૨૦૫   ૨૦૬

       

દસ વર્ષમાં કેટલા કૂતરાનું ખસીકરણ કરાયું?

વર્ષ    ખસીકરણની સંખ્યા

૨૦૧૨ ૨૫,૪૭૨

૨૦૧૩ ૨૬,૩૫૮

૨૦૧૪ ૩૦,૫૭૩

૨૦૧૫ ૩૯,૩૩૩

૨૦૧૬ ૩૩,૨૬૫

૨૦૧૭ ૩૧,૩૮૧

૨૦૧૮ ૧૪,૦૫૮

૨૦૧૯ ૩૬૫૬૩

૨૦૨૦ ૨૧૫૦૨

૨૦૨૧ ૩૦૩૬૦

૨૦૨૨ ૨૯૧૬૫

અસ્તિત્વ માટે બિલાડી હુમલો કરે છે

અમદાવાદમા કૂતરા કરડવાના બનાવ બાદ પાંચ વર્ષમા બિલાડી કરડવાના બનાવ નોંધાયા છે.જયારે બિલાડી પ્રસુતાવસ્થામા હોય એ સમયે તે માનસિક રીતે અસ્વસ્થ હોય છે.ઉપરાંત પ્રસુતિ બાદ તેના બચ્ચાને લઈ તે ચિંતામા હોય છે.ઉપરાંત જયારે જયારે બિલાડીને તેના અસ્તિત્વ સામે ખતરો લાગે એ સમયે તે માણસ ઉપર એટેક કરે છે.તે ગરદન ઉપર એટેક કરે એ ઘાતક પણ બની શકે એમ  ડાયરેકટર ઓફ ઝૂ ડોકટર આર.કે શાહૂનુ કહેવુ છે.

Tags :
catbitecase.

Google News
Google News