Get The App

ઓઢવમાં કારના ચોરખાનામાંથી ૨૯.૯૪ લાખની ચાંદી પકડાઇ

કરોડોના સોના બાદ લાખોની બેનામી ચાંદી મળી

બીલ વગરની ૨૯ કિલો ચાંદી મળતા પોલીસે કબજે કરી

Updated: Mar 18th, 2025


Google News
Google News
ઓઢવમાં કારના ચોરખાનામાંથી ૨૯.૯૪ લાખની ચાંદી પકડાઇ 1 - image

અમદાવાદ, મંગળવાર 

 પાલડીથી કરોડોનો સોના બાદ ઓઢવમાં કારના ચોરખાનામાંથી ૨૯.૯૪ લાખની કિંમતની ૨૯ કિલો ચાંદી મળી આવી છે. પોલીસ તપાસમાં માણેકચોકથી ખરીદી કરીને ચાંદી મધ્ય પ્રદેશ લઇ જતા હતા. પોલીસે તપાસ કરતાં બિલ રજુ કરી શક્યા ન હતા જેને લઇને પોલીસે ચાંદીનો જથ્થો કબજે કરીને બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માણેકચોકથી ખરીદી મધ્ય પ્રદેશ લઇ જતા હતા બીલ વગરની ૨૯ કિલો ચાંદી મળતા પોલીસે કબજે કરી 

ગુના નિવારણ શાખામાં નોકરી કરતા મહાવીરસિંહ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મધ્ય પ્રદેશના જાંબુઆ ગામના અબ્દુલ વહીદ નજીરખાન ખાન અને ખેડા જિલ્લાના મહેમદાવાદમાં હોળી ચકલા ખાતે રહેતા ભાવેશભાઇ ભુપેન્દ્રભાઇ સોની સામે ફરિયાદ નોધાવી છે કે પીસીબી પીઆઇ જે.પી.જાડેજાને બાતમી મળી હતી કે ઓઢવ રિંગ રોડ ઉપરથી કારમાં બેનામી સોના-ચાંદીની હેરાફેરી થઇ રહી છે જેને લઇને પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને શકાના આધારે કારને રોકી હતી.

કારમાં ચંકિગ કરતા ડ્રાઇવર સીટની બાજુની સીટની નીચે એક અલગથી  બનાવેલા ખાનામાં કાળા કલરની બગ મળી હતી જેમાં રૃા. ૨૯,૯૪,૬૦૩ ની કિંમતની ૨૯ કિલો ૭૪૦ ગ્રામ ચાંદી મળી આવી હતી. પૂછપરછમાં પકડાયેલી ચાંદી માણેકચોક ખાતે આવેલ પાટીદાર ઝવેલર્સના માલીક કરણભાઇ પટેલ પાસેથી ખરીદી હતી અને મધ્ય પ્રદેશના જાંબુઆ ખાતે આશીષભાઇ ગોવિંદલાલ સોનીને આપવાનો હતો. પોલીસ ચાંદીનું બીલ માગતા રજુ કરી શક્યા ન હતા. પોલીસે કાર સહિત કુલ રૃા. ૪૫,૨૪,૭૦૩નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Tags :
Ahmedabadcrime

Google News
Google News