Get The App

તાંત્રિકે સારી નોકરી અને જીવનસાથીની લાલચ આપી રૃા. ૪.૩૦ લાખ પડાવ્યા

ઇન્સ્ટાગ્રામમાં રિલ્સ જોઇ સંપર્ક કર્યો,દેવી દોષ વિધિના બહાને ટુકડે ટુકડે રૃપિયા પડાવ્યા

બે વર્ષ બાદ ફૂટી કોડી નહી મળે કહી ધમકી આપી

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
તાંત્રિકે સારી નોકરી અને જીવનસાથીની લાલચ આપી રૃા. ૪.૩૦ લાખ પડાવ્યા 1 - image

અમદાવાદ,મંગળવાર

અમરાઈવાડીમાં રહેતા વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ ઉપર રિલ્સ જોઈ હતી જેમાં એસ્ટોલોજરે  સારી નોકરી અને જીવનસાથી મેળવવા માટે મોબાઇલ નંબર આપ્યો હતો. જેથી યુવકે પ્રથમ ૫૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા બાદ વિધી કરીને ૨૪ કલાકમાં કામ જઇ જવાની વાત કરી હતી, ત્યારબાદ દેવી દેવતાના ફોટા મોકલીને દેવી દોષની વિધી કરવાનું કહીને ટુકડે ટુકડે કુલ રૃા. ૪.૩૦ લાખ પડાવ્યા હતા અને બે વર્ષ બાદ પણ કામ નહી થતાં યુવકે રૃપિયા પરત માંગતા તાંત્રિકે ફૂટી કોડી પણ નહી મળે જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડીમાં એસ્ટ્રોલોજરે ૫૦૦ ટ્રાન્સફર કરાવીને દેવી દેવતાના ફોટા મોકલી વિધી કર્યા બાદ ૨૪ કલાકમાં કામ થઇ જશે કહી વિશ્વાસ કેળવ્યો, બે વર્ષ બાદ ફૂટી કોડી નહી મળે કહી ધમકી આપી

 અમરાઈવાડીમાં રહેતા 25 વર્ષીય યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં એસ્ટ્રોલજર સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ૨૦૨૩માં ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં મયુર જોશી એસ્ટ્રોલોજરની જાહેરાત જોઈને પ્રિન્સે સંપર્ક કર્યો હતો. જેમાં યુવકે સારી નોકરી અને સારી છોકરી શોધી આપવા માટે તાંત્રિકે રિલ્સમાં પોતાનો મોબાઇલ નંબર મૂક્યો હતો. યુવકે સંપર્ક કરતાં ત્રોંતિકે પ્રથમ રૃા. ૫,૦૦૦ માંગીને ચોવીસ કલાકમાં કામ થઈ જશે તેમ જણાવ્યું હતું હતું. જેથી વિશ્વાસમાં આવી યુવકે રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ કામ નહી થતાં ફોન કર્યો હતો.  

જેથી આરોપીએ તમારા ઘરમાં માતાજીનો દોષ છે માટે મોટી વિધિ કરવી પડશે અને તેના માટે બીજા રૃપિયા જોઈશે તાંત્રિકની જાળમાં ફસાયેલા યુવકે રૃપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. તેની થોડી જ વારમાં તાંત્રિકે વિડીયો કોલ કરીને દેવી દેવતાના ફોટા બતાવીને વિધિ કરવા બેઠો હોવાનું બતાવ્યું હતું. જ્યારે તાંત્રિકે યુવક પાસેથી ટુકડે-ટુકડે વિધિના બહાને કુલ રૃ. ૪.૩૦ લાખ પડાવ્યા પછી પણ કોઇ કામ ન થતા યુવકે રૃપિયા પરત માંગતા ના પાડીને ધમકી આપી હતી. 



Google NewsGoogle News