ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી
કુબેરનગરમાં લૂંટારુ ટોળકીએ ધાર્મિક પ્રસંગેના વરઘોડામાં હાથ સાફ ર્ક્યો
-- યુવકને ધરમ કરતાં ધાડ પડી
અમદાવાદ, શનિવાર
પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી ધાર્મિક પ્રસંગે નીકળેલા વરઘોડામાં પણ હાથ સાફ કરવાનું ચૂકતા નથી. કુબેરનગરમાં તાજેતરમાં જુલેલાલ ભગવાનનું ઝુલુસ નીકળ્યું હતું. યુવક વડાપાંવ અને સરબતના કેમ્પમાં સેવા કરતો હતો ત્યારે બાઇક ઉપર આવેલા લૂંટારુ ટોળકી તેમના ગળામાંથી રૃા. ૧.૪૦ લાખની સોનીની ચેઇન તોડીને નાસી ગઇ હતી. યુવકે પીછો કર્યો હતો પરંતું તેઓ પકડાયા ન હતા. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકને ધરમ કરતાં ધાડ પડી ઃ ઝુલુસમાં સેવા કેમ્પમાં વડાપાંવ અને સરબતના કેમ્પમાં સેવા બજાવતી વખતે ચેઇન તોડી લીધી
કુબેરનગરમાં રહેતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૦ના રોજ બંગલા એરીયા વિસ્તારમાં ફૂટપાથ પાસેથી ઝૂલેલાલ ભગવાનનું જુલુસ નિકળવાનું હતું, જેથી યુવકે વડાપાંઉ તેમજ શરબતનો સેવા કેમ્પ રાખ્યો હતો.
રાતે ૮ વાગ્યા પછી જુલુસ ત્યાંથી પસાર થઇ ગયા બાદ સામાન તેઓ ભેગો કરી રહ્યાં હતા. ત્યારે એક બાઇક ઉપર આવેલા બે શખ્સો તેમની નજીક આવ્યા હતા અને સોનાની રૃા. ૧.૪૦ લાખની ૨૯ ગ્રામની ચેઇન તોડી માયા સિનેમા તરફ ભાગી ગયા હતા જોકે યુવકે તેમનો પીછો કર્યો હતો. પરંતુ ગણતરીની સેકન્ડમાં જ તેઓ ભાગી ગયા હતા. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.