Get The App

ભત્રીજા ઉપર હુમલો કરી કાકાને આડેધડ છરીના ઘા મારી લોહી લુહાણ કર્યા

ટ્રાફિક જામથી રાહદારી સાથે તકરારનું સમાધાન કરાવવા ગયા

છરીના માર્યા બેભાન હાલતમાં સિવિલમાં સારવાર હેઠળ

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
ભત્રીજા ઉપર હુમલો કરી કાકાને આડેધડ છરીના ઘા મારી લોહી લુહાણ કર્યા 1 - image

અમદાવાદ,શુક્રવાર

 દિલ્હી દરવાજા પાસે રોડ ઉપર વેલ્ડીગનો સામાન મૂકેલો હોવાથી ટ્રાફિક જામ થયો હતો જેથી રાહદારી સાથે તકરાર થઇ હતી જેમાં ત્યાં રીક્ષાના હુડ બનાવતા યુવક અને તેના કાકા૨ ઝઘડાના સમાધાન કરાવવા ગયા હતા. જ્યાં આગળ બે ભાઈઓ સહીત આઠ લોકોએ કાકા ભત્રીજાને ઢોર માર મારીને એક શખ્સે કાકાને પકડી રાખ્યા હતા અને બીજાએ શરીરે છરીના આડેધડ ઘા મારીને લોહી લુહાણ કર્યા હતા. આ અંગે બનાવ દરિયાપુર પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

તું સમજાવવા વાળો કોણ કહી એક શખ્સે કાકાને પકડી રાખ્યા બીજાએ શરીરે છરીના માર્યા બેભાન હાલતમાં સિવિલમાં સારવાર હેઠળ દરિયાપુર પોલીસે આઠ સામે ગુનો નોંધ્યો

દરિયાપુરમાં દિલ્હી દરવાજા પાસે રહેતા યુવકે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં દૂધેશ્વર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે રહેતા અનિશખાન સહિત આઠ લોકો સામે  ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના તેના કાકા દૂધેશ્વર રોડ ઉપર રહે છે અને દિલ્હી દરવાજા પાસે એસેસરીઝની દુકાનમાં નોકરી કરે છે. ગઇકાલે બપોરે ફરિઆદી દુકાને હતો ત્યારે કાકા પાણી પીવા માટે આવ્યા હતા. 

ફરિયાદીની દુકાની બહાર વેલ્ડીંગનો ધંધો કરતા આરોપી રોડ ઉપર સામાન મૂક્યો હોવાથી ટ્રાફિક જામ થયો હતો જેને લઇને રાહદારી રસ્તામાં પડેલ સામાનને લઇને ઝઘડો કરતા હતા. જેથી ઝઘડો શાંત કરાવવા માટે કાકા અને ભત્રીજો ત્યાં પહોંચ્યા હતા. બન્નેને જોઇને વેલ્ડીંગનો ધંધો કરનારે અમારા ઝઘડામાં કેમ વચ્ચે આવો છો કહીને ગાળો બોલીને મારામારી કરવા લાગ્યા હતા અને છરી લઈને આવ્યો અને એક શખ્સે કાકાને પકડી રાખ્યા હતા બીજાએ શરીરે છરીના આડેધડ ઘા મારી દીધા હતા. બાદ લાકડીથી યુવક અને તેના કાકાને માર માર્યા હતો. ત્યારબાદ ફરિયાદી દ્વારા કાકાને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.



Google NewsGoogle News