સસરાએ પુત્રવધુને પકડીને કહ્યું મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે સંબંધ રાખવો પડશે
ઠક્કરનગરમાં ગૃહકલેશમાં સસરાએ હદ વટાવી હોવાનો કિસ્સો
અગાઉ પણ સસરાએ બાથરુમમાં જઇને પુત્રવધુ સાથે શારિરીક અડપલાં કરેલા
અમદાવાદ, રવિવાર
ઠક્કરનગરમાં ગૃહકલેશમાં સસરાએ હદ વટાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ચાર વર્ષ પહેલા સસરાએ આબરુ લેવાના ઇરાદે બાથરુમમાં જઇને પુત્રવધુ સાથે શારિરીક અડપલાં કર્યા હતા. જ્યારે વર્ષ પહેલા સસરાએ પુત્રવધુને પકડીને મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે શારિરીક સંબંધ બાધવો પડશે તેમ કહ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. જો કે મહિલા પતિ સાથે અલગ રહેવા ગઇ તો પતિ પત્નીને તરછોડીને પિતા ઘરે રહેવા જતો રહ્યો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ સસરાએ બાથરુમમાં જઇને પુત્રવધુ સાથે શારિરીક અડપલાં કરેલા,અલગ રહેવા ગયા તો પતિ પણ પિતા પાસે જતો રહ્યો ઃ કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ
નરોડામાં રહેતી ૩૨ વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઠક્કરનગરમાં રહેતા સસરા સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા બાદમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી તે સમયે સસરાએ નહાવા બાબતે જીદ પડકીને પહેલા નહાવા ગયા હતા મહિલા તેના બેડરૃમમાં બાથરુમમાં નહાવા ગઇ તો સસરાએ બાથરુમમાં જઇને આબરુ લેવાના ઇરાદે મહિલાને પકડીને શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી.
ગયા વર્ષ પણ પુત્રવધુ નહાઇને કપડાં પહેરીને ઉભી હતી આ સમયે પાછળથી આવીને સસરાએ પુત્રવધુને પકડીને તારા મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે શારિરીક સંબંધ બાંધવો પડશે કહીને છેડતી કરી હતી. બનાવના મહિના પછી મહિલા પતિ સાથે અલગ રહેવા ગઇ તો ગયા મહિને પતિ તેને તરછોડીને પિતા સાથે રહેવા જતો રહ્યો હતો પતિ પત્ની સાથે રહેવા આવવાનો ઇન્કાર કર્યો હતો. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.