Get The App

યુવતીની છેડતી કરી કોઇને વાત કરીશ તો મારી નાખીશ ધમકી આપી

બાપુનગરમાં કહેવાતો પત્રકાર યુવતીની એકલતાનો લાભ લઇને ઘરમાં ઘૂસ્યો હતો

અન્ય યુવતી સાથેની રિલ્સ સોશિયલ મિડિયામાં મૂકી, યુવતીને બદનામની ધમકી

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
યુવતીની છેડતી કરી કોઇને વાત કરીશ તો મારી નાખીશ ધમકી આપી 1 - image

અમદાવાદ,શુક્રવાર

બાપુનગરમાં પિતાના અવસાન બાદ છ વર્ષથી કહેવાતો પત્રકાર તેના ઘરે આવતો હતો, દોઢ મહિના પહેલા યુવતી યુવતી ઘરે એકલી હતી ત્યારે આરોપી ઘરે આવ્યો હતો અને એકલતાનો લાભ લઇને બોગસ પત્રકારે શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી અને કોઈને જાણ કરીશ તો પોતે મીડિયામાં હોવાનો રોફ જમાવીને યુવતીને બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રખિયાલના યુવકે અન્ય યુવતી સાથેની રિલ્સ સોશિયલ મિડિયામાં મૂકી, યુવતીને બદનામની ધમકી આપીઃબાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 

બાપુનગરમાં રહેતી યુવતીએ રખિયાલમાં રહેતા કહેવાતા પત્રકાર સામે ફરિયાદ નોંધાવી છે કે છ વર્ષ પહેલા તેના પિતા ગુજરી ગયા બાદ યુવક તેમને મળવા આવતો હતો.તા. ૧૮ ડીસેમ્બરે યુવતી ઘરે એકલી હતી ત્યારે યુવક તેના ઘરમાં ઘૂસીને યુવતીને શારિરીક  અડપલાં કરીને છેડતી કરી હતી અને ઘરનો દરવાજો બંધ કરવા જતા યુવતીની માતા ઘરમાં આવી જતા યુવક ભાગી ગયો હતો અને યુવતીને ધમકી આપી કે આ બાબતે કોઈને કહીશ તો હું મીડિયામાં પત્રકાર છું, તને બદનામ કરી નાંખીશ અને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. 

ત્યારબાદ યુવતીએ યુવકની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં તપાસતા ઘણીબધી યુવતી સાથે યુવકની રીલ્સ જોઈ હતી. યુવકના અન્ય યુવતી સાથેના સંબંધો હોવાની જાણ થયા બાદ યુવતીએ દોઢ મહિના અગાઉ તેની સાથે બનેલી ઘટના અંગેની જાણ પોતાની માતાને કરી હતી ત્યારબાદ બાદ આ ઘટના અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News