Get The App

વડોદરાની માધવ ગ્રુપ ઓફ કંપનીમાં આવકવેરા વિભાગના દેશવ્યાપી 27 સ્થળોએ દરોડા

Updated: May 18th, 2024


Google NewsGoogle News
વડોદરાની માધવ ગ્રુપ ઓફ કંપનીમાં આવકવેરા વિભાગના દેશવ્યાપી 27 સ્થળોએ દરોડા 1 - image


IT raids in Gujarat: ગુજરાતમાં ફરી એકવાર આજે આવકવેરા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ અને વડોદરામાં અનેક જગ્યાએ આવકવેરા વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ-વડોદરા સહિત 27 સ્થળો પર દરોડા

ગુજરાતમાં માધવ ગ્રુપ ઓફ કંપની સાથે સંકળાયેલા અમદાવાદ અને વડોદરા સહિત પરપ્રાંતમાં અંદાજે 27 સ્થળો પર આવકવેરા વિભાગે આજે વહેલી સવારથી દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી માધવ ગ્રુપ ઓફ કંપનીમાં વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડો પાડી તપાસ હાથ ધરી છે.  

વડોદરાની માધવ ગ્રુપ ઓફ કંપનીમાં આવકવેરા વિભાગના દેશવ્યાપી 27 સ્થળોએ દરોડા 2 - image

ગુજરાતમાં આવકવેરા વિભાગ એક્શનમાં

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે અને ગુજરાતમાં 27 સ્થળો પર આજે વહેલી સવારથી તપાસ ચાલી રહી છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માધવ ગ્રુપની કોર્પોરેટ ઓફિસ આવેલી છે. આજે સવારથી જ ઓફિસ બહાર હથિયાર ધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા માધવ ગ્રુપની ઓફિસે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ ગ્રુપ રેલ્વે ઓવરબ્રિજ હાઈવે તેમજ સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે  સંકળાયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે. 

માધવ ગ્રુપની મુખ્ય ઓફિસ સુભાનપુરામાં આવેલી છે

આ કંપનીના એમડી અશોક ખુરાના છે. કંપની દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બ્રિજ અને હાઇવે પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપની વડોદરા સિવાય બેંગલુરૂ, ભોપાલ અને દહેરાદુનમાં પોતાની બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. આ તમામ ઓફિસોમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

આઈટી વિભાગની ટીમે મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કર્યા

આ ઉપરાંત આવકવેરા વિભાગે દરોડા દરમિયાન આજે વહેલી સવારથી અધિકારીઓની 27 ટીમોએ દેશ વ્યાપી દરોડામાં મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. જેમાંથી કરોડો રૂપિયાની કરચોરી ઝડપાવવાની શક્યતા રહેલી છે. બ્રિજ હાઇવે અને સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલી માધવ ગ્રુપની વડોદરા, અમદાવાદ સહિત પરપ્રાંતની ઓફિસો ખાતે દરોડાની કામગીરી ચાલુ છે.

વડોદરાની માધવ ગ્રુપ ઓફ કંપનીમાં આવકવેરા વિભાગના દેશવ્યાપી 27 સ્થળોએ દરોડા 3 - image


Google NewsGoogle News