અમદાવાદમાં IT વિભાગનો સપાટો, હોટલ અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રૂપ પર 13 સ્થળે દરોડા

અગાઉ બિલ્ડર અને જ્વેલર્સ ગ્રૂપ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં IT વિભાગનો સપાટો, હોટલ અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રૂપ પર 13 સ્થળે દરોડા 1 - image


IT raids in Gujarat: ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના હોટલ અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રૂપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટલ પર આ દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર લોબી અને જ્વેલર્સને ગ્રૂપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 

લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગની કાર્યવાહી

ગુજરાતમાં એક તરફ લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ છે ત્યારે આવકવેરા વિભાગ શહેરમાં એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદ આવકવેરા વિભાગની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. ગોપાલ ડેરી અને વ્યુ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ ગ્રૂપના સંચાલક રાજુ ઉર્ફે નીશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ અને અન્ય ભાગીદારોની ઓફિસો, ઘરોમાં પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પડ્યા છે. શહેરમાં કુલ 13 સ્થળો પર દરોડા અને સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. 

અગાઉ બિલ્ડર અને જ્વેલર્સના ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા

આઈટીની ટીમ દ્વારા શહેરના વિવિધ 13 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે.  આ અચાનક દરોડાની કાર્યવાહીથી હોટલ અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે આ દરોડાની કાર્યવાહીમાં અંદાજે 75થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આ ઓપરેશન દરમિયાન બેનામી વ્યવહાર અને કાળું નાણું મળે તેવી શક્યતાઓ પણ છે. અગાઉ આઈટી વિભાગે અમદાવાદ અને રાજકોટમાં બિલ્ડરો અને જ્વેલર્સના ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદમાં IT વિભાગનો સપાટો, હોટલ અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રૂપ પર 13 સ્થળે દરોડા 2 - image


Google NewsGoogle News