Get The App

ઇસ્કોન મંદિરમાં દશેરા નિમિત્તે 25 ફૂટ ઊંચા રાવણ દહનનો કાર્યક્રમ

Updated: Oct 4th, 2022


Google NewsGoogle News
ઇસ્કોન મંદિરમાં દશેરા નિમિત્તે 25 ફૂટ ઊંચા રાવણ દહનનો કાર્યક્રમ 1 - image

અમદાવાદ,તા. 4 ઓક્ટોબર 2022, મંગળવાર 

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. લંકાના રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલા વિજયના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. નવલી નવરાત્રિમાં ખેલૈયાએ મનમુકીને ગરબે ઘુમ્યા બાદ હવે લોકો દશેરાની તૈયારીમાં લાગી ગયા છે.  

મંદિરોમાં પણ દશેરાની ધુમધામથી તૈયારીઓ જોવા મળી રહી છે. આજ તૈયારીઓને લઇને 5 ઓક્ટોબરનાં દિવસે એટલે કે દશેરાના દિવસે ઇસ્કોન મંદિરમાં પારંપારિક રીતે રામચંદ્રવિજય ઉત્સવ મનાવવામાં આવશે. ત્રેતાયુગમાં આ દિવસે ભગવાન રામચંદ્રએ રાવણ જેવા રાક્ષસનો વધ કર્યો હતો અને આ કલિયુગમાં પણ આપણા અંદર જે રાવણ રૂપે અનેક દ્વેષ અને અવગુણ છે એનું આપણે દહન કરવું જોઈએ, તે ભાવ સાથે અમદાવાદ-ઇસ્કોનના શ્રી રાધાગોવિંદ ધામમાં પણ રામચંદ્ર વિજયોત્સવ - રાવણ દહનનું ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 

ઇસ્કોન મંદિરમાં રાવણનું 25 ફુટનું પૂતળું તૈયાર કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ ઇસ્કોન મંદિરમાં સાંજે 6:30 વાગે સંધ્યા આરતીથી શરૂ થઇ જશે. દશેરાના પવિત્ર અને પાવન દિવસે ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા સવારે 2 કલાક બોપલ વિસ્તારમાં મહા સંકીર્તન પણ કરવામાં આવશે. જેને લઇને ભક્તોમાં પણ તૈયારીઓ જોવા મળી રહી છે.


Google NewsGoogle News