IPS પિયુષ પટેલ ગુજરાત કેડરમાં પરત ફરશે, સરકાર સોંપી શકે છે IBનો હવાલો
Gujarat Cadre IPS officer Piyush Patel: વર્ષ 1998 બેચના IPS પિયુષ પટેલને હોમ કેડર ગુજરાતમાં તાત્કાલિક પરત મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. IPS પિયુષ પટેલ હાલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં ઈન્સ્પેક્ટર જનરલ છે. પિયુષ પટેલને હવે બોર્ડર સિક્યુરિટી ફોર્સથી ગુજરાત કેડર પરત લાવવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ રાજ્ય સરકારના ગૃહ વિભાગનું ગુપ્તચર વિભાગ IGP કક્ષાના અધિકારી એમ. એસ. ભરાડા પાસે છે. જેઓ અન્ય ચાર્જ પણ સાંભળી રહ્યા છે. સરકાર હવે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ને લઈને હાલ કોઈ રિસ્ક લેવા માંગતી નથી. જેથી હવે પિયુષ પટેલ કે જે અગાઉ આઈબીની કામગીરીથી જાણકાર હોવાથી તેમને આ હવાલો સોંપી શકે છે.
આ પણ વાંચો: 'શૂન્ય આપણને શું શીખવે છે...?' UPSCના ઈન્ટરવ્યૂમાં આવો જવાબ આપી IAS બન્યા હતા દીપક રાવત
ગુજરાતના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ચીફ IPS આર.બી.બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસ સેવામાંથી એડી તરીકે નિવૃત્ત થયા હતા. એ જગ્યા પર હવે સરકાર પિયુષ પટેલની નિમણૂક કરી શકે છે.