Get The App

IPS અધિકારી ડૉ. શમશેર સિંઘને BSFમાં ADGP બનાવાયા

Updated: Jan 19th, 2025

GS TEAM


Google News
Google News
IPS અધિકારી ડૉ. શમશેર સિંઘને BSFમાં ADGP બનાવાયા 1 - image


IPS Dr.Shamsher Singh Appointed ADGP in BSF : ગુજરાતમાં 1991ની બેચના IPS અધિકારી ડૉ. શમશેર સિંઘને કેન્દ્ર સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. IPS ડૉ. શમશેર સિંઘને BSFમાં ADGP બનાવાયા છે, જેમાં તેઓ આગામી માર્ચ 2026 સુધી પદ સંભાળશે.

આ પણ વાંચો: અમદાવાદના સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેન બનાવાશે, રાજ્ય સરકાર રૂ. 220 કરોડ ફાળવશે

IPS અધિકારી ડૉ. શમશેર સિંઘને BSFમાં ADGP બનાવાયા 2 - image

મુળ હરિયાણાના રહેવાસી IPS ડૉ. શમશેર સિંઘે દિલ્હી ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT Delhi)માં મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું. ડૉ. સિંઘ વર્ષ 1991ની બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. જેઓ વર્ષ 2020 સુધી ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ક્રાઈમના ADGP રહ્યા હતા. ત્યારબાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવામાં આવ્યા હતા. 


Tags :