ગુજરાતના આ શહેરોમાં આજે રાત્રે નરી આંખે જોઈ શકાશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, જાણી લો સમય
ISS will appear in Ahmedabad and Gandhinagar: અમદાવાદ અને ગાંધીનગર લોકો આજે (નવમી સપ્ટેમ્બર) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) નિહાળી શકશે. આજે રાત્રે 8 વાગ્યાને 8 મિનિટે સતત 5 મિનિટ સુધી આકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવા મળશે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સલાહકાર અને વિજ્ઞાની ડો. નરોત્તમ સાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના સલાહકાર અને વિજ્ઞાની ડો. નરોત્તમ સાહુએ 'X' પર લખ્યું કે, 'ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નવમી સપ્ટેમ્બર, 2024ના રોજ રાત્રે 8:08 વાગ્યે ગાંધીનગર અને અમદાવાદના આકાશમાં જોઈ શકાશે. 5 મિનિટ માટે આ નજરો જોવા મળશે. તે દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ દિશામાં પસાર થશે. આ કોસ્મિક અજાયબીને જોવાનું ચૂકશો નહીં! માનવ ચાતુર્ય અને સંશોધનના આ અદ્ભુત સાક્ષી જુઓ!'
આ પણ વાંચો: ચંદ્ર પર બનાવાશે પરમાણુ પાવર પ્લાન્ટ ! રશિયા, ભારત અને ચીન રચશે ઈતિહાસ, જાણો પ્રોજેક્ટની વિશેષતા