Get The App

CCTV ફૂટેજ વેચવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ: મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો મોટો ખુલાસો

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
CCTV ફૂટેજ વેચવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ: મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો મોટો ખુલાસો 1 - image


Rajkot Video Leak Case: રાજકોટની પાયલ મેટરનિટી હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરુ કરવામાં આવેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ત્રણેય નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હતા અને આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ પણ કર્યા છે. હજુ તપાસનો દોર ચાલી રહ્યો છે, જેમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે આ ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરશે. 

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલા ગેઝેટ્‌સની તપાસ કરતાં 80 જેટલી હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જ્યારે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસમાં ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી ઍક્ટની કલમ 66(એફ)2નો ઉમેરો કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: રાજકોટની પાયલ સહિત દેશની અનેક હૉસ્પિટલો, મોલમાંની મહિલાઓના CCTV હેક કરી ફૂટેજ વેચવાનો ગંદો ધંધો

રોમાનિયા અને એટલાન્ટાના આઇપી એડ્રેસ મળી આવ્યા

રાજકોટની પાયલ મેટરનિટી હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ યુટ્યુબ પર પોસ્ટ કરવાની સાથે ટેલિગ્રામ ચેનલ દ્વારા દેશની અલગ અલગ હૉસ્પિટલોના સીસીટીવી ફૂટેજ વેચાણ કરવાના કૌભાંડમાં મહારાષ્ટ્રથી ઝડપાયેલા પ્રજવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્ર પ્રકાશ નામની યુવકોની પૂછપરછ અને તેમની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન, હાર્ડ ડિસ્ક અને અન્ય ગેટેઝ્‌સની તપાસ કરતાં પોલીસને 80થી વઘુ હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. 

આ પણ વાંચો: રાજકોટની પાયલ હૉસ્પિટલ વીડિયો લીક કેસ : મહારાષ્ટ્રથી 2, યુપીથી 1 આરોપીની ધરપકડ

જ્યારે દેેશના અન્ય શહેરોના શોપિંગ મોલ, જાહેર સ્થળોના સીસીટીવી પણ મળી આવ્યા છે. પોલીસને આરોપીઓ પાસેથી અનેક નાણાંકીય વ્યવહારના પુરાવા પણ મળી આવ્યા છે. સાથે-સાથે પોલીસને રોમાનિયા અને એટલાન્ટાના આઇપી એડ્રેસ પણ મળી આવ્યા છે. ત્યારે ક્રાઇમબ્રાંચ અને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમ બનાવીને તમામ પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ શરુ કરાઈ છે. આ સાથે અન્ય રાજ્યની પોલીસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસને મહત્ત્વની કડી મળી શકે છે.

બીજી તરફ આ ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને રાજ્યના ગૃહવિભાગે આ કેસમાં ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી ઍક્ટની 66(એફ)2ની કલમ પણ ઉમેરી છે. જે સાયબર ટેરરિઝમની કેટેગરીમાં આવે છે અને તેમાં આજીવન કેદની સજાની જોગવાઈ છે.


Google NewsGoogle News